14-14 સિંહણોએ ભેગા મળીને કરી દીધો હાથીના બચ્ચા પર જીવલેણ હુમલો, પણ પછી ગજરાજે બતાવી એવી તાકાત કે… જુઓ વીડિયો

14 સિંહણો પણ હાથીના બચ્ચાનું કઈ ના બગાડી શકી, વીડિયો જોઈને તમે પણ કહેશો કે “ગજરાજ સામે બાથ ના ભીડાય !”

જંગલમાં સિંહને જોઈને ભલભલા પ્રાણીઓ પણ ભાગી જતા હોય છે અને એટલે જ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ જયારે શિકાર પર નીકળે છે ત્યારે ભલભલા પ્રાણીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા હોય છે. ત્યારે કેટલીકવાર સિંહને પણ કેટલાક પ્રાણીઓ સામે પોતાની તાકાત બતાવવી પડે છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં 14-14 સિંહણો એક હાથીના બચ્ચા પર હુમલો કરી દે છે. પરંતુ તે ભૂલી જાય છે કે હાથી જ જંગલમાં એકમાત્ર એવું પ્રાણી છે જેનામાં ભરપૂર તાકાત હોય છે અને તે સિંહણોને પણ પછાડી શકે છે. આ વીડિયોમાં પણ એવું જ જોવા મળે છે, જેમાં સિંહણોના હુમલાથી હાથીનું બચ્ચું ગભરાતું નથી અને આખરે સિંહણોએ મેદાન છોડીને ભાગવું પડે છે.

wildtrails.in એ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહણ હાથીના બચ્ચાનો શિકાર કરવા આવી છે. તે હાથી પર ચઢી જાય છે. પણ હાથીએ પણ પોતાની તાકાત બતાવી. યુવાન હાથીએ પુરી તાકાતથી સિંહણો પર કાબૂ મેળવ્યો. આ ઘટના ઝિમ્બાબ્વેના સાઉથ લુઆંગવા નેશનલ પાર્કની છે.

 

View this post on Instagram

 

A post shared by WildTrails.in (@wildtrails.in)

વીડિયોમાં આ સિંહણોએ આ હાથીને તોડી પાડવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, પરંતુ આ પછી હાથીએ પોતાની તાકાત બતાવી દેતા બધાએ પીછેહઠ કરવી પડી. લોકોએ આ હાથીનું નામ હર્ક્યુલસ રાખ્યું છે. આ વીડિયોને જંગલ સફારીમાં પહોંચેલા કેટલાક લોકોએ કેમેરામાં કેદ કરી દીધો, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel