જેલમાં દિવસો વીતાવી રહેલા આર્યન ખાને NCB અધિકારી સમક્ષ કહી દીધી એવી વાત કે NCB અધિકારી પણ રહી ગયા હેરાન

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ દિવસોમાં મુંબઈ ડગ કેસમાં જેલમાં છે. કોર્ટે તેની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી દીધો છે. જેના કારણે તેને 20 તારીખ સુધી જેલમાં રહેવું પડશે. આર્યન ખાનની 3 ઓક્ટોબરના ​​રોજ ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપ પર થઇ રહેલી પાર્ટીમાં દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. આ દિવસોમાં આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે.

આ દરમિયાન, એ વાત સામે આવી છે કે આર્યન ખાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને વચન આપ્યું છે જે જાણી તમે પણ હેરાન રહી જશો. ઈન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, “આર્યન ખાને એનસીબીના મુંબઈ યુનિટના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને વચન આપ્યું હતું કે તે સારુ કામ કરશે અને એક દિવસ તેમને ગર્વ કરશે. 23 વર્ષના આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું, “હું સમાજના ગરીબ, નબળા વર્ગના લોકોની મદદ કરીશ. જેના માટે તમને મારા પર ગર્વ થશે.”

આર્યન ખાને કાઉન્સેલિંગ દરમિયાન જેલમાંથી છૂટ્યા બાદ એક સારા વ્યક્તિ બનવાનું વચન આપ્યું છે. એનસીબી દ્વારા ડગ કેસમાં ધરપકડ થયેલ આર્યન ખાન અને અન્યને એનજીઓના કાર્યકરો અને સમીર વાનખેડે સહિત એનસીબીના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. NCB ના અધિકારીઓએ આ પકડાયેલા લોકોને ડગથી થતા નુકસાન અને સમાજ માટે ખતરા વિશે માહિતી આપી હતી.

જણાવી દઈએ કે NCB દ્વારા ધરપકડ કરાયેલા આર્યન ખાન સહિત 7 અન્ય આરોપીઓની કાઉન્સેલિંગ ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેલમાં આર્યનનો નંબર N956 છે. કારણ કે જેલમાં કોઈને નામથી નહીં, પણ તેના નંબરથી બોલાવવામાં આવે છે.

Shah Jina