મનોરંજન

આ સવાલનો જવાબ આપવાથી મળી રહ્યો છે કિંગ ખાનના બંગલામાં રાત ગુજારવાનો મોકો

બોલીવુડના કિંગ ખાન એટલે કે, શાહરુખ ખાન જાણીતા સ્ટાર છે.  ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે કલાકો સુધી રાહ જોતા હોય છે. આટલું જ નહીં ફેન્સ મુંબઈ અને દિલ્લીના બંગલાની બહારથી સેલ્ફી લે છે. લોકોને મન થતું હોય છે કે, શાહરુખ ખાનનો બંગલો અંદરથી જુઓ. ફેન્સ સોશિયલ મીડિયામાં ઘણી વાર આ ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. હાલમાં જ શાહરુખના ઘરમાં રહેવાનો મોકો મળી રહ્યો છે.

Image source

ઘણા ફેન્સનું સપનું હોય છે કે, તે તેના ફેવરિટ સુપરસ્ટારના ઘરમાં રાત વિતાવે. આ સપનું હવે સાચું થવા જઈ રહ્યું છે. જો તમે પણ આ સપનું જોઈ રહ્યા હ્યો તો ગૌરી ખાન વેલેન્ટાઈસ ડે 2021 પર ફેન માટે આ મોકો આપે છે. જેમાં 2 રાત તમે શાહરુખ ખાનના દિલ્લીના બંગલામાં વિતાવી શકો છો.

Image source

ગલ્ફ ન્યુઝ રિપોર્ટનું માનીએ તો શાહરુખ-ગૌરીએ ઘર અપાવનારી સંસ્થા એરએનબી સાથે હાથ મિલાવીને આ કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે. ફેન્સ 30 નવેમ્બર સુધી ફક્ત એ જ જણાવવું છે કે, તેના માટે દિલ ખોલીને સ્વાગત કરવુંનો અર્થ શું છે? સૌથી ક્રિએટિવ રિસ્પોન્સરને 13 અને 14 ફેબ્રુઆરીએ દક્ષિણ દિલ્હીના આ વૈભવી મકાનમાં રહેવાની તક મળશે.

Image source

જણાવી દઈએ કે, શાહરૂખે તેના ઇન્સ્ટાગ્રામ પર દિલ્હી બંગલાના કેટલાક ઇનસાઇડ ફોટા પણ શેર કર્યા છે. જે અંદરથી ખૂબ અદભૂત લાગે છે.

Image source

ગૌરીના પિતાએ શાહરૂખને ઘરથી કાઢી મુક્યો હતો. જતા-જતા શાહરુખ ખાને કંઈક એવું કહ્યું હતું કે, એક્ટ્રેસની માતા શાહરુખ ખાન પર ફિદા થઇ ગઈ હતી.

Image source

દિલ્હીમાં આ ઘરનું ઇન્ટિરિયર ગૌરી ખાને જ કર્યું છે. તેણે કહ્યું કે આ ઘર શાહરૂખ અને તેની અત્યાર સુધીની સફરની સંપૂર્ણ વાર્તા, પ્રેમ અને પરિવારને આગળ વધવાની છેલ્લા 30 વર્ષની કહાની બતાવે છે. આ ઘરમાં ગૌરી અને શાહરૂખે કેટલીક યાદગાર પળો દીવાલ પર શેર કરી છે. જો તમે પણ શાહરૂખના ચાહક છો, તો પછી આ તક ગુમાવશો નહીં.

Image source

શાહરૂખ ખાન અને ગૌરીની પહેલી મુલાકાત 1984માં દિલ્હીની એક ક્લબમાં ચાલી રહેલી પાર્ટીમાં થઇ હતી. આ પછી તે કોઈને કોઈ બહાને ગૌરીને મળવાનું ચાલુ રાખ્યું અને તેનું દિલ જીતી લીધું હતું. શાહરૂખે ગૌરીનો ફોન નંબર પણ મેળવ્યો હતો. જ્યારે ગૌરી સાથે વાત કરવાની થતી હતી ત્યારે શાહરુખ છોકરીના અવાજમાં ઘર પર વાત કરતો હતો.

Image source

જ્યારે શાહરૂખ ખાન ગૌરીને મળ્યો ત્યારે તેણે તેના પરિવારથી છુપાવ્યું હતું કે તે મુસ્લિમ છે. ઘરના લોકો લગ્ન માટે તૈયાર ન હોવાથી શાહરૂખે દરેકનું દિલ જીતવાનું શરૂ કર્યું હતું. શાહરૂખ પહેલા ગૌરીના મામા-મામીને મળ્યો હતો. બંને શાહરૂખથી ખૂબ પ્રભાવિત થયા હતા. ઘરે પાર્ટી રાખી હતી અને શાહરૂખને ફોન કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે ગૌરીના માતા-પિતા પણ શાહરૂખને મળે.