જાણવા જેવું

WhatsAppમાં બોલીને આ રીતે મોકલો મેસેજ, ટાઈપ કરવાની જરૂર નહિ પડે!

મેસેજ મોકલવા માટે અને ચેટિંગ કરવા માટે WhatsAppનો ઉપયોગ સતત બધી રહ્યો છે. WhatsAppમાં તમે ટાઈપ કર્યા વગર બોલીને પણ પોતાની ભાષામાં મેસેજ કરી શકો છો. એટલે કે WhatsAppમાં તમારે મેસેજ કરવા માટે ટાઈપ કરવાની જરૂર નથી, તમે ફક્ત માઈકમાં બોલીને મેસેજ મોક્લી શકો છો. Dictation ફીચરની મદદથી ટાઈપ કર્યા વગર બોલીને મેસેજ કરી શકાય છે. આ ફીચર Android અને iOS બંનેના યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

કીબોર્ડમાં આપવામાં આવ્યું છે માઈકનું આઇકોન

Dictation ફીચર ગૂગલ આસિસ્ટન્ટ અને Siri જેવા સ્માર્ટ વૉઇસ આસિસ્ટન્ટમાં પહેલેથી જ છે. WhatsAppમાં આ ફીચર હવે બિલ્ટ-ઈન છે. કોઈ પણ યુઝર કીબોર્ડમાં આપવામાં આવેલા નવા માઈક આઇકોન પર ક્લિક કરીને અને બોલીને મેસેજ મોકલી શકે છે. Dictation ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝરે સૌથી પહેલા WhatsApp ઓપન કરવું પડશે. ત્યાર પછી એ કોન્ટેક્ટ પર ક્લિક કરવું પડશે, જેને મેસેજ મોકલવો હોય.

આપમેળે ટાઈપ થઇ જશે મેસેજ

કોન્ટેક્ટ (જે વ્યક્તિને મેસેજ મોકલવો હોય) પર ક્લિક કર્યા પછી કીબોર્ડ ખોલો, જેનો ઉપયોગ તમે મેસેજ ટાઈપ કરવા માટે કરો છો. Android મોબાઈલ વાપરવાવાળા WhatsApp યુઝર્સને કાળા કલરનું માઈકનું બટન કીબોર્ડના ઉપરના ભાગમાં મળી જશે. iOS યુઝર્સ માટે આ માઈકનું બટન નીચે જાણી તરફ આપવામાં આવ્યું છે. મેસેજ મોકલવા માટે માઈક પર ક્લિક કરો અને જે મેસેજ મોકલવો હોય તે બોલો. જયારે તમે પોતાની ભાષામાં મેસેજ બોલશો, એ મેસેજ આપમેળે ટાઈપ થવા માંડશે. પછી તમે સેન્ડની બટન ક્લિક કરી મેસેજ મોકલો.

લાંબા મેસેજ મોકલવા માટે ફાયદાકારક છે આ ફીચર

WhatsApp યુઝર આ મેસેજને મોકલતા પહેલા એડિટ પણ કરી શકે છે. આ ફીચર ત્યારે ખૂબ જ ઉપયોગી રહે છે જયારે તમારે લાંબો મેસેજ મોકલવાનો હોય, કારણકે જયારે પણ તમે લાંબો મેસેજ ટાઈપ કરો છો ત્યારે તેમાં ઘણો સમય લાગે છે. જયારે બોલીને તમે આ મેસેજ તરત જ મોકલી શકો છો.

જો કીબોર્ડમાં ન દેખાય માઈક તો કરો આ કામ

જો તમારા WhatsApp ખોલ્યા પછી કીબોર્ડ પર જો કાળા માઈકનું બટન નથી આવતું તો, બની શકે કે Show suggestion Strip બંધ એટલે કે ડિસેબલ હોય. જો તમને માઈકનું નિશાન ન દેખાય તો તેને ચાલુ કરવા માટે સૌથી પહેલા ફોનના Settingsમાં જાઓ. Settingsમાં ગયા બાદ System પર ક્લિક કરો. Systemથી Language and Input પર જાઓ. ત્યાર પછી વર્ચ્યુઅલ કીબોર્ડ (Virtual Keyboard) પર ક્લિક કરો. વર્ચ્યુઅલ કીબોર્ડ પછી Gboard પર જાઓ. એના પછી આવેલા વિકલ્પોમાંથી Text correction પર ક્લિક કરો. ત્યાં પહોંચ્યા પછી how suggestion Strip ઓન કરી દો. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તરત જ, તમારા WhatsAppમાં કીબોર્ડમાં માઈક દેખાવા લાગશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.