ખબર

મારા દીકરા સંન્યાસ પાછો લે, ધોની જેવી ગંદકી ક્રિકેટમાં હંમેશા નહીં રહે – યુવરાજના પિતાએ કર્યો ધોની પર હુમલો

ભારતીય ટિમ હાલ વર્લ્ડકપ રમી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તેમને હાલમાં જ ક્રિકેટથી સંન્યાસ લીધેલા અંબાતી રાયડૂને પોતાનો સંન્યાસ પાછો ખેંચી લેવા કહ્યું છે.

યોગરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોનીને લઈને કહ્યું, ‘ધોની જેવા લોકો હંમેશા નહિ રહેશે, ગંદકી હંમેશા નથી રહેતી.’ તેઓએ કહ્યું, ‘રાયડુ, મારા દીકરા, તે જલ્દીમાં નિર્ણય લીધો છે. સંન્યાસથી પાછો આવ અને તેને બતાવ કે તું શું છે.’ આ પહેલીવાર નથી કે યોગરાજ સિંહે ધોની પર સવાલો ઉઠાવ્યા હોય. આ પહેલા પણ યુવરાજ સિંહના ટીમમાં ન હોવાનું કારણ તેમને મહેન્દ્ર સિંહ ધોનીને જ ગણાવ્યું હતું.

Image Source

અહીં નોંધનીય છે કે મધ્યક્રમના બેટ્સમેન અંબાતી રાયડુએ ગયા અઠવાડિયે જ ક્રિકેટના બધા જ રૂપોથી સન્યાસ લઇ લીધો હતો. અંબાતી રાયડૂને વર્લ્ડકપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા ન હતા. તેઓ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતા, પરંતુ શિખર ધવન અને વિજય શંકરને ઇજા થવા પર પણ તેમને વર્લ્ડકપ માટે પસંદ કરવામાં ન આવ્યા.

Image Source

તેમના બદલે ઋષભ પંત અને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ સામેલ ન હતો એવા મયંક અગ્રવાલને ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks