કાલે છે યોગિની એકાદશી, બની રહ્યા છે 3-3 શુભ યોગ, અમીર બનવા આ રીતે કરો પૂજા

Yogini ekadashi 2022: આપણા શાસ્ત્રોમાં એકાદશીનું ખુબ મહત્વ સમજાવવામાં આવ્યું છે. લોકો શ્રદ્ધા અને ભાવ સાથે એકાદશીના ઉપવાસ કરે છે. એકાદશીનું વ્રત મહિનામાં બે વાર રાખવામાં આવે છે. આ રીતે આખા વર્ષ દરમિયાન વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. આમાની કેટલીક એકાદશીને ખુબ ખાસ માનવામાં આવે છે. યોગિની એકાદશી પણ તેમાની એક છે. યોગિની એકાદશીનું વ્રત અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે.

આ વર્ષે કાલે એટલે કે 24 જૂનના રોજ શુક્રવારે યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે આ વ્રત વધુ ખાસ છે, કારણ કે આ દિવસે ખાસ યોગ બની રહ્યા છે. આ યોગ બહુ જ શુભ છે જે યોગિની એકાદશી વ્રતને વધારી રહ્યા છે.યોગિની એકાદશી પર એક નહીં 3-3 શુભ યોગ બની રહ્યા છે.

24 જૂનના રોજ સુકર્મા, ધ્રુતિની સાથે બહુ જ શુભ માનવામાં આવતો સવાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. સવાર્થ સિદ્ધિ યોગને ધર્મ-જ્યોતિષમાં બહુ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલા કામો શુભ ફળ આપે છે. તો બીજી તરફ સુકર્મા અને ધ્રુતિ યોગ પણ બહુ શુભ માનવામાં આવે છે.

આ ત્રણ શુભ યોગ ઉપરાંત આ દિવસે અશ્વિની અને ભરણી નક્ષત્ર પણ રહેશે. આ બન્ને નક્ષત્રોને પણ બહુ શુભ માનવામાં આવે છે. 24 જૂનના રોજ આવતી યોગિની એકાદશીના દિવસે સવારે 05:24 વાગ્યાથી સવારે 08:04 સુધી સવાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ ઉપરાંત સવારે 11:56 વાગ્યાથી બપોરે 12:51 વાગ્યા સુધી પૂજા માટે શુભ મુહૂર્ત છે.

યોગિની એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરો. પછી ભગવાનના દર્શન કરીને એકાદશીના વ્રતનો સંકલ્પ લો. પીળા વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ ઉપરાંત તેમનો ગંગાજળથી અભિષેક કરો. ચંદન,અક્ષત,ધૂપ-દિવાથી પૂજા કરો. ફળ અને ફુલ અર્પણ કરો. આ સાથે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પુજા પણ કરવી જોઈએ. આવું કરવાથી ભક્તોને ધન દૌલતની પ્રાપ્તિ થાય છે.

YC