‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મુવી જોતા જ ભાવુક બનેલા યોગી આદિત્યનાથ રડવા લાગ્યા? જાણો હકીકત

દોસ્તો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ભારતના બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. 5 th ડે પર તેનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર કરાયું હતું. જે બાદ આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. કાશ્મીર ફાઇલ્સે કોવિડ મહામારી વચ્ચે રીલીઝ થયેલી ફિલ્મોના રેકોર્ડ જોઈએ તો રીલીઝ પછીના પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ બની છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે જણાવ્યું છે. 5 th ડે બોક્સ ઓફિસ કલેક્શનમાં કાશ્મીર ફાઇલ્સે સૂર્યવંશી, ગંગુબાઈ કાઠિયાવાડી, 83 જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આજે શુક્રવારે તો તે રૂ. 100 કરોડની ક્લબમાં પણ સામેલ થઈ શકે છે. આની પહેલા કાશ્મીર મુદ્દે બનેલી 14માંથી 11 ફિલ્મ બોક્સ ઓફિસ પાર કંઈ ખાસ કમાણી ન કરી શકી અને ફ્લોપ ગઈ છે, એક ફિલ્મે એવરેજ દેખાવ કર્યો, જ્યારે ‘રોઝા’ અને ‘મિશન કાશ્મીર’ હિટ ગઈ હતી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અત્યાર સુધી તેના બજેટથી ચાર ગણી કમાણી કરી ચૂકી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ફિલ્મની ઇન્ટરનેશનલ લેવલ પર પણ પ્રશંસા થઈ રહી છે. વિદેશી લોકો પણ આ બૉલીવુડ મુવીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 80 અને 90ના દાયકાનું વર્ણન કરે છે, જ્યારે 1986ની ચૂંટણી પછી કાશ્મીરી હિન્દુઓ સામે હિંસા ખીણમાં શરૂ થઈ હતી. 90 ના દાયકાની શરૂઆતમાં, કાશ્મીરીના પંડિતોની હત્યાના મામલા વધતા ગયા, પછી હજારો કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઘર છોડીને કાશ્મીરથી અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડ્યું.

આજે શુક્રવારે સરકાર દ્વારા Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, વિવેક અગ્નિહોત્રીને આખા ભારતમાં CRPF કવર સાથે Y શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત થશે. તેની મુવીને લઈને વધી રહેલા વિવાદ વધતા આવું કરવામાં આવ્યું છે.

દોસ્તો એક વસ્તુ નોટિસ કરી?

1. પીકે ફિલ્મ : આ ફિલ્મમાં લોકોના ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો. તો પણ કમાણી રૂ. 792 કરોડ કરી.

2. પદ્માવત ફિલ્મ : આ ફિલ્મના વિરોધ પછી તેનું નામ બદલાયું. ધમકીઓ મળી. તો પણ કમાણી રૂ. 585 કરોડ કરી.

3. કબીર સિંહ ફિલ્મ: મહિલાવિરોધી ગણાવતા વાંધો ઊઠાવાયો હતો તો પણ કમાણી રૂ. 121 કરોડ કરી.

હાલમાં એક સમાચાર વાયરલ થયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે The Kashmir Files #જોય_ને_યોગીજી_રડી_પડયા એવા કેટલાય લોકો છે જે આ ફિલ્મ જોતા રડી પડયા છે જય શ્રી રામ #જય_સત્ય_સનાતન . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલ સિનેમાઘરોમાં ચાલી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા

 

શું ખરેખર યોગી આ ફિલ્મ જોઈને રડી પડ્યા હતા? હકીકત એ છે કે UP ના ગોરખપુર મંદિર ખાતે દેશના શહીદો માટે યોજાયેલા એક કાર્યક્રમ ‘એક દીયા શહીદો કે નામ’ સમયે UP ના CM યોગી આદિત્યનાથ ભાવુક બન્યા હતા એ સમયનો આ વીડિયો છે . જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાંનો છે.

આ વીડિયો હાલનો નથી પણ વર્ષ 2017 માં ઉત્તરપ્રદેશના ગોરખપુર મંદિર ખાતે દેશના શહીદો માટે યોજાયેલા કાર્યક્રમ ‘એક દીયા શહીદો કે નામ’ સમયે તેઓ ભાવુક બન્યા હતા એ સમયનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ લેવાદેવા નથી.

આ ફિલ્મ કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની દિલથી આ ફિલ્મ હવે જોડાઈ ચુકી છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પણ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.

YC