ખબર

પિતાના અંતિમસંસ્કારમાં હાજર નહીં રહે યોગી આદિત્યનાથ, બતાવ્યું આ કારણ- મુખ્યમંત્રી હોય તો આવા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું આજે સોમવારે સવારના પોણા અગિયાર લાગ્યે દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં અવસાન થયું છે. આ સમાચારથી પ્રદેશના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના પિતાશ્રીના અવસાનના સમાચારની પુષ્ટિ રાજ્યના એડિશનલ મુખ્ય સચિવ(ગૃહ) અવનીશ કુમાર અવસ્થીએ કરી હતી. એક મહિનાથી વધારે યોગી આદિત્યનાથના પિતા એઇમ્સમાં દાખલ હતા. તેઓ કિડની અને લીવરની સમસ્યાથી પીડિત હતા. એઇમ્સના ગેસ્ટ્રો વિભાગમાં ડોક્ટર વિનીત આહુજા ટીમ સાથે તેમનો ઇલાજ કરી રહ્યા હતા.


યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટના અંતિમ સંસ્કાર તેના પૈતુક ગામમાં મંગળવારે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

યોગી આદિત્યનાથને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેની માતાને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી નહીં આવી શકે. યોગી આદિત્યનાથે લખ્યું હતું કે, મારા પિતાજીના નિધનથી મને ઘણું દુઃખ અને શોક છે. તે પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવથી લોક મંગલ માટે સમર્પિત ભાવની સાથે કાર્ય કરવાના સંસ્કાર બાળપણમાં જ તેમણે મને આપ્યા હતા.

Image Source

વધુમાં લખ્યું હતું કે, મારી તેમના અંતિમ ક્ષણમાં દર્શન કરવાની હાર્દિક ઈચ્છા હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની વિરુદ્ધ દેશની લડાઈને ઉત્તરપ્રદેશની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધારવાના કર્તવ્યબોધના કારણે હુ અંતિમ દર્શન કરી શક્યો નથી.

Image Source

આ સાથે જ યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, હું બધા સભ્યોને નિવેદન કરું છું કે લોકડાઉનનું પાલન કરીને ઓછામાં ઓછા લોકો અંતિમ સંસ્કારમાં હાજર રહે. મારા પિતાજીની યાદોને કોટી-કોટી વંદન કરતા તેને વિન્રમ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. લોકડાઉન બાદ દર્શનાર્થ આવીશ.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
Author: GujjuRocks Team