હેલ્થ

પેટની ચરબી ઝડપથી દૂર થશે જો રોજના માત્ર 5 મિનિટ માટે કરશો આ યોગ

શું શિયાળામા તમારું વજન વધી ગયું છે? પેટની આસપાસ વધારે ચરબી જામી ગઈ છે? અને તમે તેને દૂર કરવા માટે કલાકો સુધી વ્યાયામ કરવા નથી માગતા? તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે આજે અમે તમારા માટે એવા યોગાસન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને રોજ માત્ર પાંચ મિનિટ સુધી કરવાથી તમે ઝડપથી વજન નિયંત્રણમાં લાવી શકશો.

Image Source

અમે વાત કરી રહ્યા છીએ ચતુરંગા દંડાસનની જેની મદદથી તમે તમારા પેટની ચરબી ઝડપથી દૂર કરી શકશો. તમને જણાવીશું કે આ યોગ કેવી રીતે કરી શકાય.

ચતુરંગા દંડાસનથી કેવી રીતે વજન ઓછો કરવો:
આ આસનને ઘણી મહિલાઓ ‘લો પ્લેન્ક’ના નામથી પણ ઓળખે છે, જે વજન ઓછું કરવા અને પેટની ચરબીને ઓગાળવા માટેના બેસ્ટ યોગાસનોમાનું એક છે. આ યોગ પુશ-અપ પ્રક્રિયા સાથે મળતું આવે છે અને આસનને કરવા માટે તમારા બધા જ અંગો શામિલ થઇ જાય છે એટેલે કે આ યોગ શરીરના ઘણા અંગોને એકસાથે ટોન કરે છે. આ યોગાસન હાથ, હાથની કળાઈ, નીચેની અને ઉપરની પીઠ, પેટના મસલ્સને તાકાત આપવામાં મદદ કરે છે. આ સિવાય આ યોગથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

Image Source

ચતુરંગ દંડાસન કરવાનો બેસ્ટ ઉપાયો:
ચતુરંગ દંડાસન કરવા માટે સૌથી પહેલા જમીન પર પેટના બળ પર સુઈ જાઓ. પછી તમારા બંન્ને હાથોને ભુજંગાસનના સમાન રાખો, એટલે કે તમારા બંન્ને હાથોને જમીન પર તમારા સોલ્ડરથી આગળ રાખો, જેમાં તમારી આંગળીઓ સામેની બાજુએ રહે.

Image Source

તમારા બંન્ને પગની આંગળીઓને જમીન પર સીધી રાખો, જેનાથી શરીરનું વજન ઉઠાવી શકાય. હવે પગની આંગળીઓ પર જોર નાખતા ધીમે ધીમે તમારા બંન્ને ઘૂંટણોને ઉપર કરવાની કોશિશ કરો. હવે શ્વાસને અંદર લેતા તમારા બંન્ને હાથો પર શરીરનું વજન ઉઠાવો. જેથી તમારું આખું શરીર ફર્શના સમાંતર આવી જશે.

Image Source

આ પોઝિશન્સમાં તમારું આખું શરીર ઉપર રહેશે, બસ બંન્ને હાથ અને પગની આંગળીઓ જમીન પર રહેશે, અને તમારા શરીરનું પૂરું વજન તેના પર જ રહેશે. આ આસનમાં તમે 10 થી 30 સેકન્ડ માટે રહો. તેના પછી શ્વાસ છોડતા ધીમે-ધીમે તમારી પહેલાની એટલે કે સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.