હની સિંહની પત્ની શાલિનીએ ભાંડો ફોડ્યો, કહ્યું કે શૂટિંગ દરમિયાન બીજી યુવતી સાથે મજા….જાણો વિગત

મશહૂર રૈપર હની સિંહના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. હની સિંહ વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની પત્નીએ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ દરમિયાન હની સિંહની પત્નીએ તેની દર્દભરી કહાની સંભળાવી. સામે આવ્યુ કે, તેમની પત્ની શાલિની તલવાર સાથે લગ્ન બાદથી જ તેમણે ખરાબ વ્યવહાર શરૂ કરી દીધો હતો. હનીમુન પર થયેલી ધટનાનો રાઝ પણ પોતે શાલિનીએ ખોલ્યો છે.

શાલિનીએ એ ઘટનાનો ઉલ્લેખ કર્યો જયાં તેને ઘરેલું હિંસાનો શિકાર થવું પડ્યુ, શાલિનીએ કહ્યુ કે, તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હની સિંહ પેનિક થઇ ગયા હતા અને તેમણે શાલિની પર આરોપ લગાવતા તેની સાથે મારપીટ કરી હતી અને કહ્યુ કે તસવીરો શાલિનીએ જ લીક કરી છે. શાલિનીએ કહ્યુ કે, હની સિંહે આવું એટલા માટે કર્યુ કારણ કે તે પોતાની મેરિડ લાઇફના અસ્તિત્વને છુપાવવા માંગતા હતા.

રૈપરની પત્ની શાલિની તલવારે એ પણ દાવો કર્યો છે કે હની સિંહના ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા. તેણે કહ્યુ કે, જયારે તેણે “બ્રાઇન રંગ દે”ની શુટિંગ દરમિયાન એક છોકરી સાથેના હની સિંહને આપત્તિજક રિલેશનશિપને રંગે હાથ પકડ્યા હતા ત્યારે સિંગરે તેના પર દારૂની બોટલ ફેકી હતી. તેણે આ અરજીમાં સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ અને ભાભી સ્નેહા સિંહનું નામ પણ લખાવ્યુ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, શાલિનીએ તેના સાસરાવાળા દ્વારા કરવામાં આવેલ અત્યાચારો વિરૂદ્ધ સુરક્ષા આદેશ અને અન્ય રાહત માંગી છે.

તમને જણાવી દઇએ કે, 10 વર્ષના પ્રેમ બાદ 14 માર્ચ 2010ના રોજ બંનેના ઘરવાળાની મરજીથી સગાઇ થઇ હતી અને 23 જાન્યુઆરી 2011માં બંનેએ પરિવારની હાજરીમાં સરોજની નગરના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. હિરદેશ સિંહ ઉર્ફ હની સિંહને મ્યુઝિકથી શરૂઆતથી જ પ્રેમ હતો આ કારણે શાલિનીએ તેનો હંમેશા સાથ આપ્યો.

શાલિની અને હની સિંહ હનિમુન માટે મોરીશસ પહોચ્યા તો શાલિનીને અહેસાસ થયો કે હની સિંહનો વ્યવહાર બદલાયેલો છે. તેના બદલાયેલ વ્યવહારને લઇને શાલિનીએ હોટલમાં હની સિંહ સાથે વાત કરી અને જેવી જ શાલિનીએ હની સિંહને સવાલ કર્યો તો તે ગુસ્સે થઇ ગયો અને શાલિનીને બેડ પરથી ધક્કો માર્યો અને કહ્યુ કે, સવાલ કરવાની હિંમત કેવી રીતે થઇ.

હની સિંહે કહ્યુ કે, આમ તો હું લગ્નને લઇને પરેશાન હતો અને તારા સાથે લગ્ન કરવા માંગતો ન હતો પરંતુ મેં તને વાયદો કર્યો હતો એટલે મારે લગ્ન કરવા પડ્યા.આ સાંભળી શાલિની પૂરી રીતે તૂટી ગઇ હતી. તે બાદ હની સિંહ હોટલના રૂમમાંથી બહાર જતો રહ્યો હતો. શાલિનીનું કહેવુ છે કે હની સિંહ આગળના દસ-બાર કલાક સુધી પાછો ન આવ્યો અને તે જયારે પાછો આવ્યો તો શાલિનીએ હોટલમાં એકલા મૂકીને જવાનું કારણ પૂછ્યુ તો હની સિંહે તેની સાથે મારપીટ કરી જે બાદ બંનેના સંબંધ ખરાબ થઇ ગયા.

શાલિની તલવાર દ્વારા ઘરેલુ હિંસાનો કેસ દાખલ થયા બાદ દિલ્લી કોર્ટે હની સિંહને 28 ઓગસ્ટ સુધી જવાબ દાખલ કરાવવા માટે નોટિસ જારી કરી છે. આ વચ્ચે અદાલતે શાલિનીના પક્ષમાં અંતરિમ આદેશ પણ પારિત કર્યો છે અને હની સિંહને તેની સંયુક્ત સ્વામિત્વ વાળી સંપત્તિ મામલે નિપટારા કરવાથી રોકી દીધો છે.

Shah Jina