તમે પણ આ ધંધો ચાલુ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો, જાણો ફાયદાકારક ટિપ્સ
કોઈપણ કામ કયારેય નાનું કે મોટું નથી હોતું, ઘણા કામ એવા પણ હોય છે જે શરૂઆતમાં સામાન્ય અને નાના લાગે પરંતુ સમય જતા એજ કામમાંથી મોટી આવક થતી હોય છે, આજે અમે તમને એવી જ એક સફળતાની કહાની જણાવીશું, જેમાંથી તમને ઘણી જ પ્રેરણા મળશે.

આજે અમે તમને એક યુવા યુવાન વિશે જણાવીશું જેને સામાન્ય લાગતો ચા વેચવાનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે ધીમે તેનો વ્યવસાય એટલી હદ સુધી વધી ગયો કે તેને ત્યાં ચા પીવા માટે લોકોની ભીડ જમવા લાગી અને આજે તેની આવક કરોડોમાં પહોંચી ગઈ છે.

આ યુવક છે મહારાષ્ટ્રના પુણેનો નવનાથ યેવલે, જે આજે એક સફળ બિઝનેસમેનના રૂપમાં આપણી સમક્ષ ઉભો છે. નવનાથ ચા વેચવાનું કામ કરે છે. પરંતુ તે બીજા ચા વાળાની જેમ કોઈ સામાન્ય ચા વાળો નથી. આ વયુવક ચા વેચીને એટલી કામની કરે છે જે મોટા મોટા વ્યવસાય કરનારા પણ નથી કરી શકતા.

નવનાથ યેવલે મહારાષ્ટ્ર્ના સૌથી અમીર ચા વાળો છે. નવનાથને પણ બીજા લોકોની જેમ ચા પીવાનો શોખ હતો અને તેના કારણે જ તેને પણ ચાના વ્યવસાય સાથે જોડાવવાનું નક્કી કર્યું.

નવનાથે ચાનો વ્યવસાય શરૂ કરતા પહેલા ચા ઉપર ખુબ જ અધ્યયન કર્યું હતું. તેને લોકોને કેવા પ્રકારની ચા પસંદ છે, ચાની અંદર કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે.અને આ રીતે લોકોની પસંદ અનુસાર ચાર વર્ષ સુધી ચામાં એક્સ્પીરિમેન્ટ કર્યા બાદ તેને છેલ્લે બધા જ લોકોને પસંદ આવે એવી ચા બનાવી.

નવનાથે તેની દુકાનનું નામ યેવલે અમૃતતુલ્ય રાખ્યું, જેનો મતલબ થાય છે અમૃત સમાન ચા. ધીમે ધીમે તેની ચા લોકોને પસંદ આવવા લાગી, લોકો દૂર દૂરથી પણ ચા પીવા આવવા લાગ્યા, આથી તેને પોતાની બીજી બ્રાન્ચ પણ શરૂ કરી અને તે આગામી સમયમાં દુનિયાભરમાં પોતાની બ્રાન્ડને ફેલાવવા માંગે છે.

યેવલે ચાની એક શોપની અંદર 10થી12 લોકો કામ કરે છે અને રોજની 3 થી 4 હજાર કપ ચા વેચાય છે. અને આજે તેની માસિક આવક 12 લાખની આસપાસની છે.