કોણ છે આ પીળા લહેંગા વાળી છોકરી, જે રાતો રાત થઇ ગઈ વાયરલ, બેક સાઈડનો ફોટો પોસ્ટ કરીને કહ્યું એવું કે.. આંખો બંધ કરીને તૂટી પડ્યા લોકો

આ છોકરીએ એકની મદદ માંગી ત્યાં આવી ગયા અધધધ લોકો, બસ નાનું કામ કરવાનું કહ્યું અને પછી જે થયું તેની તેણે પોતે પણ કલ્પના નહોતી કરી.. જુઓ

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય કોઈ નથી જાણતું. ઘણા લોકો એવા છે જે રાતોરાત વાયરલ થઇ જતા હોય છે. ઘણા લોકો પોતાના ટેલેન્ટના કારણે વાયરલ થાય છે તો ઘણા તેમની અવનવી હરકતોના કારણે. પરંતુ હાલમાં એક પીળા લહેંગાવાળી છોકરી વાયરલ થઇ રહી છે.

આ પીળા લહેંગાવાળી છોકરીએ ના તેનો ચહેરો બતાવ્યો છે કે ના કંઈ તેને ખાસ કર્યું છે તે છતાં પણ લોકો તેની તસવીર પર કૂદી પડ્યા અને તે વાયરલ થઇ ગઈ. આ છોકરીએ તેની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી અને પછી તો લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું. આ યુવતીએ લગ્ન સમારોહમાં પીળો લહેંગો પહેરી એક તસવીર પોસ્ટ કરી હતી.

આ તસ્વીરમાં તેણે બેક સાઈડ પોઝ આપતો ફોટો પોસ્ટ કરી બેકગ્રાઉન્ડને દૂર કરવા માટે મદદ માંગી હતી. લોકોએ તેનો ફોટો એડિટ કર્યો અને એવા કામ કર્યા, જેના પછી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. હકીકતમાં નૈના નામની આ છોકરીએ 11 માર્ચની બપોરે તેના ટ્વિટર હેન્ડલ @nainaverse પર બેક સાઇડની તસવીર શેર કરી હતી.

આ તસ્વીરમાં તેણે પીળા રંગનો લહેંગા પહેર્યો હતો. જો કે, આ ફોટામાં નૈનાનો ચહેરો દેખાતો ન હતો. નૈનાએ ફોટો સાથે કેપ્શન લખ્યું, “શું કોઈ ફોટોગ્રાફર આ બધા લોકોને હટાવી શકે છે જેથી કરીને મારા પર ફોકસ રહે?” આ પછી લોકોએ તેનો ફોટો એડિટ કરીને રિપ્લાયમાં અપલોડ કરવાનું શરૂ કર્યું.

નૈનાએ બેકગ્રાઉન્ડ હટાવવાનું કહ્યું હતું, પરંતુ કોઈએ તેનો ફોટો ટાઈટેનિક જહાજ પર લગાવ્યો અને કોઈએ ચંદ્ર પર. કેટલાક લોકોએ ફોટોમાં હાલનો બેકગ્રાઉન્ડ હટાવીને એક નવું સુંદર બેકગ્રાઉન્ડ મૂક્યું છે. આ સાથે ફોટો પર ઉગ્ર કમેન્ટ્સ પણ કરવામાં આવી હતી.

નૈના પણ ખૂબ ખુશ દેખાઈ હતી કારણ કે લોકોએ તેની પોસ્ટને ખૂબ જ પસંદ કરી હતી. તેણે જવાબમાં લખ્યું કે લોકોનું દિલ બહુ મોટું છે, જો તમે કોઈ એકની મદદ માગો તો 1000 આવે. અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ આ ફોટો જોયો છે, જ્યારે 7,300થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે તેમજ 215થી વધુ વખત રીટ્વીટ પણ કરવામાં આવ્યો છે.

આ ફોટો ખૂબ વાયરલ થયા બાદ નૈના વિશે જાણવાની ઉત્સુકતા પણ દરેકના મનમાં દેખાઈ હતી. હવે તે પોતે આગળ આવી છે. તે રાજસ્થાનના જયપુરમાં રહેતી નૈના અગ્રવાલ છે, જે માર્કેટિંગની નોકરી કરે છે. તેણે મીડિયાને જણાવ્યું કે વાયરલ થયેલો ફોટો 21 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ખોપોલીમાં એક લગ્ન સમારંભમાં ક્લિક કરવામાં આવ્યો હતો.

Niraj Patel