મનોરંજન

ચહલ અને ધનાશ્રીની પીઠીની તસવીરો વાયરલ, બંને જોવા મળ્યા ખુબ મસ્તી કરતા, તમે પણ જુઓ

બે દિવસ પહેલા જ ભારતીય ટીમના સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલ તેની મંગેતર ધનાશ્રી વર્મા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો. તેના લગ્નની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.ચહલે ખુબ જ ખાનગી રીતે લગ્ન કરી લીધા.

Image Source (Instagram: Yuzvendra Chahal)

ત્યારબાદ ચહલ અને ધનાશ્રીએ પોતાની સગાઈની તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી. હવે બંનેની પીઠીની તસવીરો સામે આવી છે. આ તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

ચહલ અને ધનાશ્રીએ પોત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની પીઠી રસમની તસવીરો શેર કરી છે. જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.બંનેની તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

આ તસ્વીરોને ધનાશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવાની સાથે જ લખ્યું છે. “આ છે પીળું, અમારી પીઠી.” પીઠી ની આ તસ્વીર ખુબ વાયરલ થઇ અને ફેન્સ એ કોમેન્ટમાં શુભકામના આપી.

Image Source (Instagram: Yuzvendra Chahal)

તસ્વીરોમાં જોઈ શકાય છે કે ચહલ અને ધનાશ્રી ખુબ જ મસ્તી પણ કરી રહ્યા છે અને તેમના ચહેરા ઉપર ખુબ જ ખુશી પણ જોવા મળી રહી છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

તો બીજી એક તસ્વીરમાં જોઈ શકાય છે કે એક સોફા ઉપર બેસી અને બંને જણા કેમેરા સામે પોઝ આપતા અને ધનાશ્રી ચહલના ચહેરા ઉપર પીઠી લગાવી રહી છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

તો બંને આ બધી જ તસ્વીરોમાં મેચિંગ ડ્રેસમાં જોવા મળે છે. પીઠીના પીળા રંગ સાથે બંનેએ પીળા રંગના જ વસ્ત્રો પહેર્યા છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

તો બીજી કેટલીક તસ્વીરોમાં તે મિત્રો સાથે મસ્તીના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે. આ તસ્વીરોને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.