ખબર

બ્લેક અને વ્હાઇટ ફંગસ બાદ હવે યલો ફંગસની પણ થઇ ગઈ શરૂઆત, આ જગ્યાએ મળ્યો પહેલો કેસ

સમગ્ર દેશની અંદર કોરોનાના કેસ વચ્ચે હવે બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના કેસ પણ સામે આવ્યા છે. પરંતુ હવે આ બે ફંગસ બાદ દેશમાં પહેલો યલો ફંગસનો કેસ પણ સામે આવ્યો છે.

યલો ફંગસનો પહેલો મામલો ગાજિયાબાદમાંથી સામે આવ્યો છે. યલો ફંગસ અત્યાર સુધી મળી આવેલા બ્લેક અને વ્હાઇટ ફંગસ કરતા વધારે ખતરનાક જણાવવામાં આવી રહ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ગાજિયાબાદમાં જે દર્દીની અંદર યલો ફંગસનો કેસ મળ્યો છે તેની ઉંમર 34 વર્ષની છે અને તે કોરોના સંક્રમિત પણ રહી ચુક્યો છે. આ ઉપરાંત તે ડાયાબિટીસથી પણ પીડિત છે. યલો ફંસગ પહેલા શરીરને કમજોર કરે છે.

આ ફંગસની અંદર દર્દીને સુસ્તી લાગવી, ભૂખ ઓછી લાગવી કે ભૂખ એકદમ ખતમ થઇ જવા જેવી સમસ્યા રહેતી હોય છે. ફંગસની અસર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શરીરનું વજન ઘટતું જાય છે. આ ખુબ જ ઘાતક સાબિત થાય છે.

જો આ દરમિયાન કોઈને ઇજા થઇ છે તો તેમાં મવાદ થવા લાગે છે અને ઇજા બહુ જ ધીમી ગતિથી ઠીક થાય છે. આ દરમિયાન દર્દીની આંખો પણ ઝીણી થવા લાગે છે અને શરીરના ઘણા અંગ કામ કરવાનું બંધ કરી દે છે.

જો કોઈ દર્દીને ખુબ જ સુસ્તી લાગી રહી છે, ભૂખ ઓછી લાગે છે અથવા તો બિલકુલ ભૂખ જ નથી લાગતી તો તેને નજર અંદાજ ના કરવું જોઈએ. એવામાં તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ. તેની એક માત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફન્ગલ છે.

અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે યલો ફંગસ ગંદકીના કારણે કોઈપણ દર્દી સંક્રમિત થઇ શકે છે. જેના કારણે તમારા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી.સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન રાખીને આ બેક્ટિરિયા અથવા ફંગસને દૂર કરી શકાય છે. જુના ખાદ્ય પદાર્થને જલ્દીમાં જલ્દી હટાવવાથી ખતરાથી બચી શકાય છે.