દુઃખદ: દિગ્ગજ નેતાની પૌત્રીએ કર્યો આપઘાત, ફ્લેટમાંથી લટકતી મળી ડેડબોડી..જોતા જ લોકો હચમચી ઉઠ્યા

દેશભરમાંથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય માણસો ઉપરાંત સેલેબ્રિટીઓ અને મોટી મોટી હસ્તીઓ પણ આપઘટ કરી રહી છે ત્યારે હાલ ખબર બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના ઘરમાંથી આવી રહી છે. જ્યાં તેમની પૌત્રીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે.

આ મોત પાછળ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા પોતે ડૉક્ટર હતી અને તે માત્ર 30 વર્ષની હતી. શુક્રવાર 28 જાન્યુઆરીના રોજ તેની લાશ બેંગ્લોરમાં એક ફ્લેટમાં લટકતી મળી આવી હતી. દુઃખની આ ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યેદિયુરપ્પાને ફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો.

હાલમાં યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના મૃતદેહને શબપરીક્ષણ માટે બેંગલુરુની બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સૌંદર્યા પરિણીત છે, તે ચાર મહિનાના બાળકની માતા પણ હતી. મીડિયા રિપોર્ટઅનુસાર તેનામાં ગર્ભાવસ્થા પછીના ડિપ્રેશનના સંકેતો જોવા મળ્યા હતા. સવારે તેણે દરવાજો ન ખોલતાં નોકરાણીએ જઈને દરવાજો ખોલ્યો હતો.

મળતી માહિતી મુજબ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તે યેદિયુરપ્પાની મોટી પુત્રી પદ્માની પુત્રી હતી. આ બાબતે કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે સૌંદર્યા પ્રેગ્નન્સી પછીના ડિપ્રેશનનો શિકાર હતી. જ્ઞાનેન્દ્રએ કહ્યું કે યેદિયુરપ્પા પોતે ઘણી વખત સૌંદર્યાને પોતાની સાથે લઈ જતા હતા, જેથી તે ખુશ રહી શકે. મંત્રીએ કહ્યું કે આમાં શંકાસ્પદ કંઈ નથી, તેની ઉદાસીનતા વિશે બધા જાણે છે.

મંત્રીએ કહ્યું કે યેદિયુરપ્પા તેમની પૌત્રીની આત્મહત્યાથી ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે સૌંદર્યાનો પતિ ઘણો સારો છે, તે બંને (પતિ-પત્ની)ને મળ્યો હતો. બેંગ્લોરની બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલની બહારની કેટલીક તસવીરો પણ સામે આવી છે. 78 વર્ષીય યેદિયુરપ્પા કર્ણાટકના 19મા સીએમ બન્યા હતા. યેદિયુરપ્પાને કુલ પાંચ બાળકો છે, જેમાં બે છોકરાઓ અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે.

Niraj Patel