જ્યોતિષ શાસ્ત્ર

નવા વર્ષે જો ઘરની અંદર પ્રગતિ લાવવા માંગતા હોય તો આ 7 વસ્તુઓને હમણાં જ ઘરમાંથી કરી દો દૂર, બદલવા લાગશે તમારું ભાગ્ય

નવું વર્ષ નવા સંકલ્પો અને નવા નિયમો સાથે શરૂ થતું હોય છે, દરેક વ્યક્તિ આ નવા વર્ષમાં કંઈક નવું કરવાનું ચોક્કસ વિચારતું હોય છે ત્યારે આપણે લીધેલા સંકલ્પો અને નિયમોની સાથે આપણા ઘરની અંદર રહેલી કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે નવા સંકલ્પો લેવા છતાં પણ આપણા જીવનમાં વૃદ્ધિ નથી કરી શકતી, એ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા જ લાવે છે, તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને જો તમારા ઘરમાંથી તમે દૂર કરી તેની સાથે નકારાત્મકતાને પણ દૂર કરી શકો છો.

Image Source

તૂટેલો કાચ:
જો તમારા ઘરમાં પણ કોઈ તૂટેલો કાચ છે તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો,  કારણ કે તૂટેલો કાચ નકારાત્મકતાની સાથે ગરીબી પણ લાવે છે, સાથે તૂટેલા કાચથી પરિવારના સભ્યોમાં માનસિક તાણ પણ વધે છે માટે નવા વર્ષનું સૌથી પહેલું કામ ઘરમાંથી તૂટેલો કાચ દૂર કરવાનું કરજો.

Image Source

તૂટેલા વાસણો:
ઘરની અંદર રહેલા તૂટેલા વાસણોના કારણે લક્ષ્મી દેવી પણ નારાજ થાય છે અને ઘરની અંદર દરિદ્રતા આવે છે, જુના અને તૂટેલા વાસણોને ઘરમાંથી દૂર કરવાથી નકારાત્મક ઉર્જા પણ બહાર ચાલી જાય છે.

Image Source

તૂટેલો પલંગ:
જો તમારું દામ્પત્ય જીવન ખુશહાલ નથી ચાલી રહ્યું તો એકવાર તમારા ઘરની અંદર તમારા બેડરૂમમાં રહેલા પલંગ ઉપર પણ એક નજર કરી જુઓ, જો તમને એ પલંગ તૂટેલો દેખાય તો તરત જ તેને બદલી નાખો, કારણ કે તૂટેલો પલંગ પતિ પત્નીના સંબંધોમાં પણ વિખવાદ ઉભો કરે છે.

Image Source

બંધ ઘડિયાળ:
આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી ઘરની વૃદ્ધિ પણ અટકી જાય છે તે છતાં પણ આપણે જાણે અજાણે ઘરની અંદર બંધ ઘડિયાળ રાખી મૂકીએ છીએ ક્યારેક તેમાં સેલ પુરા થઈ જતા લાવવાનું ભુલાઈ જવાના કારણે પણ ઘડિયાળ બંધ જ રહેતી હોય છે, તો જો ઘડિયાળ નકામી હોય તો તેને ઘરમાંથી દૂર કરો અને ઉપયોગમાં લેવાની હોય તો તેને સેલ નાખી અને પાછી કાર્યરત કરી દેવી જોઈએ. નહિ તો ઘરની વૃદ્ધિ પણ અટકી પડશે.

Image Source

ખંડિત મૂર્તિ:
મોટાભાગના ઘરોમાં ખંડિત મૂર્તિ ક્યારેય  તે છતાં પણ ઘણા ઘરોમાં દેવી-દેવતાઓની મૂર્તિ જયારે થોડી ખંડિત થાય છે તે છતાં પણ તેને ઉપયોગમાં લેતા હોય છે, જેના કારણે તે લોકોને જીવનમાં ઘણી જ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. માટે તૂટેલી અને ખંડિત મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અથવા તો માટીમાં દાટી દેવી જોઈએ.

Image Source

તૂટેલો દરવાજો:
ઘરમાં તૂટેલો દરવાજો હોવો એ પણ કોઈ યોગ્ય સંકેત નથી. જો દરવાજો તૂટેલો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ, તૂટેલા દરવાજાના કારણે તમારે આર્થિક તંગીમાંથી પસાર થઈ શકવું પડે છે.

Image Source

ખરાબ પેન:
તમારા જીવનમાં જો તમે સતત આગળ વધવા માંગતા હોય તો ક્યારેય ખરાબ પેનને પોતાના ઘરની અંદર અથવા તો વિદ્યાર્થીઓ પોતાની  ક્યારેય ના રાખવી જોઈએ. ખરાબ પેનના કારણે તમારી પ્રગતિ પણ અટકી શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.