કોરોના ફેલાતા લોકોમાં ફરી એકવાર ફફડાટ, જાણો વિગત
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઇને સૌથી વધારે પ્રભાવિત થયેલ યવતમાલ અને અમરાવતી જિલ્લામાં ફરી લોકડાઉન લગાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. 75 દિવસ બાદ રાજયમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે આ અંગેની જાહેરાત કરતા અમરાવતીના કલેકટરે જણાવ્યું હતું કે, અમરાવતીમાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન બજારો અને અન્ય સ્થળો પણ બંધ રહેશે. જો કે આવશ્યક સેવાઓ શરૂ રહેશે.

બીજી બાજુ યવતમાલમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ કોઇ લોકડાઉન નથી. જિલ્લાની શાળા-કોલેજો 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. રેસ્ટોરન્ટ, ફંક્શન હોલ અને લગ્ન સમારોહમાં 50 ટકા જેટલી ક્ષમતામાં લોકો ભેગા થઈ શકશે.

યવતમાલના જિલ્લા કલેકટરેે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસોને કારણે યવતમાલમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા BMC ફરી હરતમાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેની શરૂઆત બીએમસીએ ગુરુવારથી જ કરી દેવામાં આવી છે જેના માટે મોટી ટીમ પણ બનાવવામાં આવી છે.