મનોરંજન

‘તૌડ્ડા કુત્તા ટોમી’ ડાયલોગ પર યશરાજે બનાવ્યું મજેદાર સોન્ગ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

રસોડેમાં કૌન થા ? ડાયલોગ પર રૈપ સોન્ગ બનાવનાર મ્યુઝિક પ્રોડ્યસર યશરાજ મુખાતે ફરી એક વાર સોશિયલ મીડિયામાં લોકોનું દિલ જીતી લીધું છે. ફરી એક વાર તેનો બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વખતે યશરાજે તેના વીડિયોમાં શહનાઝ ગિલને જગ્યા આપી છે. આ વિડીયો ઘણો ચર્ચામાં આવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 4 મિલિયનથી વધારે લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોમાં તૌડ્ડા કુત્તા ટોમી, સાડ્ડા કુત્તા કુત્તા નામથી વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

આ વીડિયોમાં શહનાઝ ગિલ કહે છે કે, ક્યા કરુ મેં મર જાઉ? મેરી કોઇ ફીલિંગ નહી હે? ત્વાડા કુત્તા ટોમી સાડ્ડા કુત્તા કુત્તા? યશરાજે બિગબોસના આ વીડિયોને મ્યુઝિક સાથે જોડીને જબરદસ્ત સોન્ગ બનાવ્યું છે. જેમાં શહનાઝ ગિલ ડાયલોગ બોલતી નજરે આવી રહી છે. આ વીડિયોમાં મોહબ્બતેં ફિલ્મનું ગીત પૈરોમેં બંધન હૈનું ઢોલ બીટ મિક્સ કર્યું છે. જે સાંભળવામાં ઘણું મજેદાર છે.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)

યશરાજ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્સનમાં લખ્યું છે ટોમી, દુઃખ,દર્દ, આંસુ અને ફીલિંગ. શહનાઝ ગિલ કોઈ પણ ભાષામાં પંજાબી બોલી શકે છે. હું તેને કેવી રીતે મિસ કરી શકું ? તો લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. રોનિતે પણ પોતાના હાવભાવથી લોકોના દિલ જીતી લીધા છે. રોનિતનો આ વીડિયો જોતજોતામાં વાયરલ થઇ રહ્યો છે. તેણે શહનાઝ અને યશરાજ બંનેને પોતાના વીડિયોમાં ટેગ કર્યા છે.

આ પહેલા યશરાજે  શો ‘સાથ નિભાના સાથિયા’ ના એક સીન પર એક રૈપ સોન્ગ બનાવ્યું હતું.જે ઘણું વાયરલ થયું હતું. વીડિયોમાં ‘કોકિલા’ શોનું પાત્ર તેની પુત્રવધૂ ‘ગોપી’ને ઠપકો આપતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)

તમને જણાવી દઈએ કે તાજેતરમાં શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનો મ્યુઝિક વીડિયો શોના-શોના રીલીઝ થયો હતો જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. વીડિયો ગીતમાં શહનાઝ અને સિદ્ધાર્થની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી. જણાવી દઈએ કે, બિગ બોસ 13 માં ચાહકોને બંને વચ્ચેની કેમિસ્ટ્રી અને બોન્ડિંગ ગમ્યું. આથી જ ચાહકોએ આ બંનેનું નામ સિડનાઝ રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Yashraj Mukhate (@yashrajmukhate)