દુઃખદ સમાચાર: આ અભિનેત્રીની કારનો થયો હતો અકસ્માત…1 નું મોત- જાણો વિગત

આ દિગ્ગજ અભિનેત્રીની વૈભવી કારના ફુરચા ઊડી ગયા, ફેન્સને લાગ્યો ધ્રાસ્કો – જુઓ PHOTOS

સાઉથના ટીવી શૉ બિગ બોસ દ્વારા ચર્ચામાં આવેલ અભિનેત્રી યશિકા આનંદ રોડ એક્સિડન્ટનો શિકાર થઇ છે. યશિકા ગંભીર રીતે ઘાયલ થઇ છે તો તેના એક ફ્રેન્ડ વલ્લિચેટ્ટી ભવાનીનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

તેમની કાર રોડની વચ્ચે એક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તે રસ્તાની બાજુના ખાડામાં પડી હતી. તેની એક મિત્ર વલ્લીચેટ્ટી ભવાનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યાશિકાને ગંભીર ઈજા થઈ હતી.

તમિલ “બિગબોસ” ફેમ યાશિકા આનંદને લઇને હાલમાં જ મોટી ખબર સામે આવી છે. તમિલ અભિનેત્રી યાશિકા આનંદ અકસ્માતનો શિકાર થઇ છે. આ ભીષણ અકસ્માત તમિલનાડુના ચેન્નાઇમાં થયો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, યાશિકા તેના મિત્રો સાથે મહાબલીપુરમથી ચેન્નાઇ જઇ રહી હતી. ચેન્નાઇ સીમાંત ક્ષેત્રમાં તેમની કારનો ભીષણ અકસ્માત થયો.

ખબર અનુસાર, યાશિકા આનંદ ઉપરાંત 3 અન્ય મિત્રો પણ કારમાં સવાર હતા અને એક મિત્રની ઘટના સ્થળ પર જ મોત થઇ ગઇ. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો જેમાં અભિનેત્રી યાશિકા આનંદ ગંભીર રૂપથી ઘાયલ થઇ ગઇ અને તેને અને તેના બે મિત્રોને તે જ વિસ્તારની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.

જયારે એક મિત્ર વલ્લી ચેટ્ટી ભવાનીની ઘટના સ્થળ પર જ મોત થઇ ગઇ. આ ઘટના બાદ યાશિકાના પિતા દિલ્લીથી ચેન્નાઇ આવવા માટે રવાના થઇ ગયા હતા. મહાબલીપુરમ પોલિસે કેસ દાખલ કર્યો છે અને અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જે કારમાં યાશિકા હતી તે કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

તસવીરો જોઇ અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર રહ્યો હશે. પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે કારમાં સવાર લોકો નશામાં હતા. કારની રફતાર તેજ હતી. જો  કે, પોલિસનું કહેવુ છે કે મેડિકલ ટેસ્ટ રીપોર્ટ બાદ જ એ વાતની જાણ થશે.

તમિલ અભિનેત્રી યાશિકા તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણિતી છે. તેણે ઓછા સમયમાં તેનું ઘણુ નામ કમાવી લીધુ છે. યાશિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 25 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તેની બોલ્ડ તસવીરોના ચાહકો દીવાના છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે.

યાશિકાએ વર્ષ 2016થી તેના અભિનય કરિયરની શરૂઆત તમિલ સિનેમાથી કરી હતી. પરંતુ તેને મોટી સફળતા હાથ લાગી વર્ષ 2018માં બિગબિસો તમિલના બીજા સિઝનમાં. તે આ સિઝનમાં એક કંટેસ્ટંટ તરીકે આવી હતી.

પોલીસે તેમના બોડીને પોસ્ટમોર્ટમ માટે ચેંગલપેટ હોસ્પિટલમાં મોકલી દીધો હતો. પોલીસનું કહેવું છે કે મેડિકલ ટેસ્ટ પછી કેસ દાખલ કરવામાં આવશે. આ બાબતે પોલીસ આગળ તપાસ ચાલી રહી છે.તમને જણાવી દઈએ કે યાશિકા આનંદ તમિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હિરોઈન છે. તેણે ઇન્સ્ટાગ્રામ મોડલ બન્યા બાદ એક્ટિંગમાં કિસ્મત અજમાવી હતી. યાશિકાને 2016માં ફિલ્મ Dhuruvangal Pathinaaruથી મોટો બ્રેક મળ્યો હતો. 2018માં તે સાઉથના ટીવી શો બિગ બોસ તમિલના સીઝન 2માં જોવા મળી હતી.

 

Shah Jina