અકસ્માત પછી સૌથી હોટ ફિગર ધરાવતી આ હિરોઇનનું આવી ખરાબ હાલત થઇ, ફેન્સ રડી પડ્યા

તમિલ ફિલ્મ અભિનેત્રી યશિકા આનંદ તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થઈ હતી. આ અકસ્માતમાં યશિકા તેના મિત્રો સાથે મહાબલીપુરમથી ચેન્નઈ પરત ફરી રહી હતી. તે દરમિયાન તેની ગાડીનો ભયાનક અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં યશિકાના મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમજ યશિકા સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઘટના પછી યશિકાના ચાહકો તેના માટે ખૂબ જ દુઃખી હતા. હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર અકસ્માત પછી તેના સ્વાસ્થ્ય વિશેની માહિતી શેર કરી છે.

યશિકા આનંદે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મારા પેલ્વિક હાડકામાં ઘણા ફ્રેક્ચર છે. હું કેટલાક મહિનાઓ સુધી પથારીમાંથી ઉઠી પણ નહિ શકુ. હું ડાબી કે જમણી બાજુ હાલી પણ નથી શક્તિ. આ મારો બીજો જન્મ છે. ભગવાને મને સજા કરી છે.

તેમની પોસ્ટ પર કૉમેન્ટ્સ કરતા ચાહકો તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. જણાવી દઈએ કે આ અકસ્માત અંગે પોલીસે કહ્યું હતું કે વાહનમાં રહેલા ચાર લોકો દારૂના નશામાં હતા. હાઇ સ્પીડના કારણે વાહને બેલેન્સ ગુમાવ્યું અને ડિવાઇડર સાથે અથડાઈ.

યશિકાની આ પોસ્ટ બાદ ચાહકો ખુબ જ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. તેમજ તેને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ આપી રહ્યા છે. તેમજ યશિકાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું વાસ્તવમાં વ્યક્ત નથી કરી શકતી કે હું અત્યારે શું કરી રહી છુ.

હું હંમેશા જીવંત રહેવા માટે દોષિત મહેસુસ થશે. મને ખબર નથી કે તે દુ:ખદ અકસ્માતમાંથી બચાવવા માટે ભગવાનનો આભાર માનવો જોઈએ કે મારા સારા મિત્રને આખી જિંદગી મારાથી દૂર લઈ જવા માટે ભગવાનને દોષ આપવો જોઈએ.’

આ પોસ્ટ ઉપરાંત યશિકાએ એક પોસ્ટ પણ લખી હતી જેમાં તેણે લખ્યું છે કે તે આ વર્ષે તેનો જન્મદિવસ ઉજવશે નહિ. તેણે તેના ચાહકોને પણ તેનો જન્મદિવસ ન ઉજવવાની વિનંતી કરી છે. યશિકાની સારવાર હાલમાં ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

યશિકા આનંદે વર્ષ 2018માં ‘બિગ બોસ તમિલ’ની સિઝન 2માં ભાગ લીધો હતો. તેને આ શોથી એક અલગ ઓળખ મળી. યશિકાએ તાજેતરમાં જ તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

Patel Meet