રાજસ્થાનના યશસ્વી જયસ્વાલે દુષ્મંથા ચમીરા વિરુદ્ધ 103 મીટર લાંબી લગાવી સિક્સ કે ખોવાઈ ગયો બોલ, જુઓ ગગનચુંબી સિક્સનો વીડિયો

IPL 2022માં ચાહકોને ઘણી બધી સિક્સ જોવા મળી રહી છે. IPLની 15મી સીઝન આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં હવે સૌથી વધારે સિક્સ લગાવવા વાળી સીઝન બની ગઈ છે. આ સીઝન પહેલા એક ટૂર્નામનેટમાં સર્વાધિક 872 સિક્સ લાગવાનો રેકોર્ડ હતો પરંતુ આ વખતે આ આંકડો પાર થઇ ગયો છે અને હજી પણ મેચ બાકી છે. રવિવારે રમવામાં આવેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલની એક સિક્સે સૌથી વધારે ચર્ચાનો વિષય બનાવી દીધો.

રાજસ્થાન અને લખનઉની વચ્ચે રમવામાં આવેલી મેચમાં યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક એવી ગગનચુંબી સિક્સ લગાવી કે બોલ પાછો મેદાનમાં જ આવી ના શક્યો. રાજસ્થાનની છઠ્ઠી ઓવરમાં દુષ્મંથા ચમીરા બોલિંગ કરી રહ્યો હતો. યશસ્વીએ આ ઓવરમાં તેના બેટથી બોલને સ્ટેડિયમની બહાર જ જવા દીધો. યશસ્વીએ ટાઈમિંગ સાથે 103 મીટરની લાંબી સિક્સ મારી દીધી હતી. બોલ સ્ટેડિયમની બહાર ગયા પછી એમ્પાયરને નવો બોલ મંગાવો પડ્યો હતો ત્યારબાદ ગેમ આગળ વધી હતી.

IPL 2022માં સૌથી લાંબી સિક્સ લગાવવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનના નામે છે. લિયામેં મોહંમદ શમ્મીના બોલ પર IPL 2022ની સૌથી લાંબી સિક્સ લગાવી હતી. લિયામ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રમવામાં આવેલ મેચમાં 117 મીટરની સિક્સ લગાવી હતી. મુંબઈના ડેવાલ્ડ બ્રેવિસને પણ આ સીઝનમાં 112 મીટરની સિક્સ લગાવી હતી.

યશસ્વી જયસ્વાલે આ મેચમાં 29 બોલ પર 41 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેના બેટથી 6 ચોક્કા અને એક સિક્સ જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલે IPL 2022માં અત્યાર સુધી 6 મેચમાં 25.50ની રનરેટથી 153 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલને પહેલી વખત વર્ષ 2022માં રમવા માટે તક મળી હતી. યશસ્વીએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સીઝનમાં યશસ્વીએ 10 મેચમાં 24.90ની રનરેટથી 249 રન બનાવ્યા હતા.

Patel Meet