KGF 2 ફિલ્મ હાલમાં થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી રહી છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ KGF 2ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાઉથ સિનેમાના સ્ટાર એક્ટર યશ આજે ગ્લોબલ સ્ટાર બની ગયા છે. અભિનેતા યશે રોકી ભાઈના પાત્રમાં જોરદાર ડાયલોગો અને એક્શન વડે તોફાન ઉભું કર્યું છે અને રોકી ભાઈનો જાદુ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. હવે આ દરમિયાન યશે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફરી એકવાર યશની સ્ટાઇલે ચાહકોનું દિલ જીતી લીધું છે.
અભિનેતા યશે તેના ઓફિશિયલ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક કહાની કહેતો જોવા મળી રહ્યો છે. આ વાર્તા સાંભળ્યા પછી ચોક્કસ વ્યક્તિનો પોતાનામાં વિશ્વાસ વધુ મજબૂત થશે અને તેની ભાવના વધશે. આ વાર્તાની સાથે, અભિનેતાએ પોતાની અને સમગ્ર KGF ટીમ વતી ચાહકોનો પણ આભાર માન્યો છે. વીડિયોની શરૂઆતમાં, અભિનેતા યશ વાર્તાની શરૂઆત કરીને કહે છે કે “એક નાનું ગામ હતું, જ્યાં લોકો લાંબા સમયથી દુષ્કાળની સમસ્યાથી પરેશાન હતા.
પછી ગામના તમામ લોકોએ નક્કી કર્યું કે તેઓ સાથે મળીને પ્રાર્થના કરશે અને આ માટે બધા એક થઈ જશે. તેઓ સ્થળ પર ભેગા થાય છે.ત્યારબાદ તે બધામાં એક બાળક હતો જે છત્રી લઈને આવ્યો હતો.બાળકના હાથમાં છત્રી હોવાથી કોઈ તેને મૂર્ખ કહે છે અને કોઈ તેને ઓવર કોન્ફિડન્ટ કહે છે… પણ તમે જાણો છો. તે બાળકને વિશ્વાસ હતો”. આ પછી યશ કહે છે, ‘હું એ નાનકડા બાળક જેવો છું, જેને આ દિવસ માટે પૂરો વિશ્વાસ હતો, હું એવી જગ્યાએ છું જ્યાં ફક્ત તમારો આભાર માનવો પૂરતો નથી, પરંતુ તેમ છતાં હું દરેક વ્યક્તિનો દિલથી આભાર માનું છું કે તમે મને આટલો પ્રેમ અને આશીર્વાદ આપ્યા.’
— Yash (@TheNameIsYash) April 21, 2022
આ સાથે જ યશે સમગ્ર KGF ટીમ વતી ચાહકોનો આભાર પણ માન્યો હતો. યશ કહે છે કે મારી આખી KGF ટીમ વતી હું કહેવા માંગુ છું કે અમે તમારો પ્રેમ મેળવી અભિભૂત થયા છીએ, અમે બધા તમને એક સારી ફિલ્મ આપવા માંગતા હતા અને અમને ખાતરી છે કે તમે તેનો આનંદ માણી રહ્યા છો અને આમ કરતા જ રહીશું. યશની ફિલ્મ ‘KGF 2’ના હિન્દી વર્ઝને પણ હંગામો મચાવી દીધો છે. તેણે બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.આ સાથે જો વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તેમની આ ફિલ્મ 1000 કરોડની નજીક છે.