‘KGF Chapter 2’ની સુપર સક્સેસ પછી પરિવાર સાથે ચીલ કરતા જોવા મળ્યો યશ, જુઓ તસવીરો

કરોડો રૂપિયાની છપ્પરફાડ કમાણી કર્યા પછી દિગ્ગજ રોકીભાઇ પરિવાર સાથે ચીલ કરતા દેખાય, જુઓ

તાજેતરના સમયમાં માત્રને માત્ર સાઉથના સુપરસ્ટાર યશનો જલવો જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં યશ ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયો છે. યશની ફિલ્મ ‘KGF Chapter 2’ બોક્સ ઓફિસ પર લગાતાર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રીલિઝ થયા પછી માત્ર પાંચ દિવસની અંદર જ ફિલ્મે 600 કરોડ જેટલી કમાણી કરી લીધી છે, અને ફિલ્મના હિન્દી વર્ઝને 200 કરોડ જેટલી કમાણી કરી છે. ફિલ્મને દુનિયાભરમાંથી સારો એવો રીસપોન્સ મળી રહ્યો છે અને દર્શકો ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ ખુબ એક્શન કરતો જોવા મળ્યો છે અને તેની અદાકારી દર્શકોને ખુબ પસંદ આવી છે. એવામાં ફિલ્મ રિલીઝ પછી યશ રિલેક્સ મૂડમાં જોવા મળ્યો છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

યશની પત્ની રાધિકા પંડિતે પરિવાર સાથે ક્વોલિટી સમય વિતાવતી તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં યશ પત્ની અને બાળકો સાથે સમુદ્રના કિનારે બેસીને ચીલ કરી રહ્યો છે.તસવીરમાં યશ અને રાધિકાએ મેચિંગ આઉટફિટ પહેરી રાખ્યા છે અને ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તસવીરમાં તેઓ બાળકો સાથે ક્યૂટ ટોય્ઝથી રમી રહ્યા છે અને પોતાની જ દુનિયામાં ગુમ થયેલા દેખાઈ રહ્યા છે. તસવીર શેર કરીને રાધિકાએ કેપ્શનમા બ્લેક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. યશની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

રાધિકા અને યશ લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યા હતા જેના પછી વર્ષ 2016માં બંનેએ લગ્ન કર્યા હતા. બંનેએ મિસ્ટર એન્ડ મિસેજ રામાચારી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં કામ કરતા કરતા બંને વચ્ચે નજીકતા વધી ગઈ હતી.2016માં બંનેએ ગોવામાં સગાઈ કરી હતી અને બેંગ્લોરમાં લગ્ન કર્યા હતા. બંનેએ અન્ય ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું, બંનેની જોડી દર્શકો પહેલાથી જ પસંદ કરે છે.

યશ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સુપરસ્ટાર છે, પણ ફિલ્મ KGF દ્વારા તેને ખુબ નામના મળી છે અને તેની ફેન ફોલોઇંગ પણ ખુબ વધી રહી છે. યશની ફિલ્મ KGF-2 વિશે અપેક્ષા કરવામાં આવી રહી છે કે ફિલ્મ RRRને પણ કમાણીની બાબતમા પાછળ છોડી શકે તેમ છે. યશના ચાહકો પણ યશને ખુશ કરવાનો એક પણ મૌકો નથી છોડતા, એવામાં યશના એક ચાહકે 2000થી પણ વધારે પુસ્તકો દ્વારા યશની પેન્ટિંગ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો હતો.

Krishna Patel