વિવાદોમાં ફસાયો ગુજરાત ટાઇટન્સનો આ ખેલાડી, લવ જેહાદ વિશે પોસ્ટ કરી દીધુ એવુ કે…મચી ગઇ બબાલ

પાંચ છક્કા ખાવાવાળા ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર યશ દયાલે શેર કરી વિરોધી પોસ્ટ, બોલરને આપી પડી સ્પષ્ટતા, કહ્યુ- હું માફી માગુ છુ

GT Fast Bowler Yash Dayal Apologises : ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર યશ દયાલ એક મોટા વિવાદમાં ફસાયો છે. જેનું કારણ તેના દ્વારા શેર કરાયેલ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છે. રિંકુ સિંહ સામે પાંચ છગ્ગા ખાઇ લાઈમલાઈટમાં આવેલ યશ દયાલે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈસ્લામિક વિરોધી પોસ્ટ શેર કરી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. બીજી તરફ, દયાલે થોડા સમય પછી આ પોસ્ટ ડિલીટ કરી દીધી અને લોકોની માફી માંગી.

ગુજરાત ટાઇટન્સના બોલર યશ દયાલે તેના ઓફિશિયલ ઇન્સ્ટા હેન્ડલ પર એક ફોટો સ્ટોરી શેર કરી હતી. આ તસવીર ભૂતકાળમાં દિલ્હીમાં બનેલા ‘સાક્ષી હત્યા કેસ’ સાથે સંબંધિત હતી. જો કે, દયાલે ટૂંક સમયમાં તેની આ સ્ટોરી ડિલીટ કરી દીધી અને પછી લોકોની માફી માંગી.

તેણે બીજી ઇન્સ્ટા સ્ટોરી શેર કરી અને લખ્યું, ‘મિત્રો, હું ભૂલથી શેર કરેલી સ્ટોરી માટે માફી માંગવા માંગુ છું. મહેરબાની કરીને નફરત ન ફેલાવો. આભાર. હું બધા ધર્મોનું સન્માન કરું છું. જો કે, તેણે માફી માંગી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેની આ પોસ્ટને લઈને લોકો સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી ચૂક્યા હતા.

આ દરમિયાન ટ્વિટર યુઝર્સે તેને ખૂબ ટ્રોલ કર્યો. યશ દયાલે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, તેમાં એક છોકરો માથા પર કેપ પહેરીને હાથમાં છરી લઈને ઘૂંટણ પર બેઠો હતો. તેણે આંખે પાટ્ટી બાંધેલી છોકરીનો હાથ પકડ્યો હતો. નજીકમાં એક છોકરીની લાશ છે જેના પર સાક્ષી લખેલું છે. નજીકમાં ઘણી વધુ કબરો છે જેના પર હિંદુ છોકરીઓના નામ લખેલા છે.

આ સ્ટોરીના કારણે દયાલને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો અને ચાહકોએ તેને આવી નફરત ફેલાવવાની મનાઈ કરી. લોકોએ કહ્યું કે તે ગુજરાત ટાઇટન્સમાં મોહમ્મદ શમી અને રાશિદ ખાન સાથે રમે છે અને તે આવું કેવી રીતે કરી શકે. કોઈએ દયાલને મુસ્લિમ વિરોધી કહ્યો તો કોઇએ સંધી. આ પછી યશ દયાલે તરત જ આ સ્ટોરી ડિલીટ કરી અને માફી માંગી. તેણે કહ્યું કે તેણે ભૂલથી આવું કર્યું હતું.

Shah Jina