નુસરત જહાંનું જેની જોડે ઇલુ ઇલુની ચર્ચા ચાલી રહી છે, એ આખરે કોણ છે? આવી ગયા PHOTOS

WAH આટલો હેન્ડસમ છે હોટ સંસદ નુસરતનો આ ખાસ વ્યક્તિ, એની જોડે ગર્ભવતી થઇ? જોઈ લો બંનેની તસવીરો

અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાં અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરોને કારણે તો અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાતી રહેતી હોય છે, ત્યારે હવે ફરી એકવાર નુસરત ચર્ચામાં આવી છે.

અને આ વખતે તેની ચર્ચાનું કારણ તેની પ્રેગ્નેંસી છે. ખબરો અનુસાર નુસરત ગર્ભવતી છે અને જલ્દી જ માતા બનવાની છે. જો કે, ગર્ભવતીની ખબરો પણ હજી સુધી નુસરતનું કોઇ નિવેદન સામે આવ્યુ નથી.

તમને જણાવી દઇએ કે, નુસરતના લગ્ન નિખિલ સાથે વર્ષ 2019માં થયા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર નુસરત જયાં 6 મહિનાની પ્રેગ્નેટ છે, ત્યાં તેના પતિ નિખિલ જૈનનું આ પ્રેગ્નેંસી પર મોટુ નિવેદન સામે આવ્યુ હતુ. તેમનું કહેવુ છે કે, બંનેના લગ્ન તૂટવાની કગાર પર છે.

નુસરતે છેલ્લા વર્ષે ડિસેમ્બર 2020થી તેમનું ઘર છોડી દીધુ હતુ અને તે તેના માતા-પિતા સાથે બાલીગંજ વાળા ઘર પર રહે છે. ત્યારથી તે બંને એકવાર પણ મળ્યા નથી. એવામાં તેમનું બેબી કઇ રીતે થઇ શકે છે ? રીપોર્ટ અનુસાર,નુસરત જહાંની બંગાળ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથે રિલેશનની ખબરો છે.

હવે તમને એ સવાલ થતો હશે કે આ યશ દાસગુપ્તા છે કોણ ?  10 ઓક્ટોબર 1985ના કોલકાતામાં જન્મેલ યશે કોલકાતામાં ગ્લેમ કિંગ ટાઇટલ જીત્યુ હતુ. તે બાદ તે મુંબઇ શિફટ થયો હતો અને અહીં તેણે રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધુ.

એકતા કપૂરે વર્ષ 2009માં યશને ધારાવાહિક “કોઇ આને કો હે”માં કાલકેતુનો રોલ આપ્યો અને તે બાદ તેણે એકતાની “બંદિની”માં પણ કામ કર્યુ. આ ઉપરાંત તેણે અનેક ધારાવાહિકોમાં કામ કર્યુ છે.

યશે અનેક ટીવી ધારાવાહિકમાં કામ કર્યા બાદ વર્ષ2016માં ટોલીવુડમાં એન્ટ્રી કરી. તેની શરૂઆતી ફિલ્મ “વન મોન જાને ના” “ટોટલ દાદાગીરી” “ફિદા” અને “એસઓએસ કોલકાતા” ઘણી લોકપ્રિય રહી હતી.

આ વાત તો બધાને ચોંકાવે છે કે, યશ અને નુસરત બંને ઘણા નજીકના માનવામાં આવે છે. બંનેને લઇને પહેલા પણ ખબરો ઉડી હતી કે તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. ખબરો અનુસાર બંને રાજસ્થાનમાં વેકેસન મનાવવા પણ ગયા હતા. જો કે, યશે તેને અફવા જણાવી હતી.

તમને જણાવી દઇએ કે, યશ જે સીટથી ચૂટણી લડ્યા હતા, ત્યાં 23% મુસલમાન છે અને છેલ્લા બે વખતથી ત્યાં તૃણમુલના પૂર્વ સાંસદ અકબર અલી ખંડકારની પત્ની સ્વાતિ જીતતા આવતા હતા.

કોલકાતામાં જન્મેલા યશના પિતાનું નામ દીપક દાસગુપ્તા છે અને માતાનું નામ જયોતિ છે. તેમના પિતા નોકરીને લઇને કેટલાક રાજયોમાં રહ્યા છે. આ માટે યશનું બાળપણ દિલ્લી, મુંબઇ, મધ્ય પ્રદેશ અને સિક્કિમમાં વીત્યુ.

યશ દાસગુપ્તાએ નુસરત જહાં સાથે “SOS કોલકાતા”માં કામ કર્યુ હતુ. આ શુટિંગ દરમિયાન જ બંને વચ્ચે અફેરની ચર્ચા થઇ હતી. તમને જણાવી દઇએ કે, યશે આ વર્ષે 17 ફેબ્રુઆરીએ રાજકારણમાં પગ મૂક્યો હતો.

માર્ચ 2021માં ભાજપે વિધાનસભા ચંદીતાલાની ટિકિટ આપી પરંતુ તે ટીએમસી ઉમેદવાર સ્વાતિ સામે હારી ગયા હતા.

Shah Jina