કરન જોહરના કિડ્સના જન્મદિવસની પાર્ટીની તસવીરો, પ્રેગ્નન્ટ કરીના કપૂર દીકરા સાથે આવી
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર કરન જોહરે ગઈકાલ એટલે કે 7-ફેબ્રુઆરીના રોજ પોતાના બંન્ને જુડવા બાળકો રુહી અને યશનો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના આ ખાસ મૌકા પર કરન જોહરે પોતાના ઘરે પાર્ટીનું ખાસ આયોજન કર્યું હતું.

કરનના બંન્ને બાળકો ચાર વર્ષના થઇ ચુક્યા છે. આ ખાસ મૌકા પર કરને તેમને શુભકામનાઓ આપી હતી અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જો કે કરન દ્વારા શેર કરાયેલો આ વીડિયો પોતાને જ ભારે પડી ગયો હતો કેમ કે વીડિયોમાં બાળકો પિતા કરનની ડ્રેસિંગ સ્ટાઈલનો મજાક ઉડાવતા દેખાઈ રહ્યા છે.

કરનના બાંદ્રા સ્થિત ઘરે આયોજિત પાર્ટીમાં બોલીવુડના ઘણા નામી સિતારાઓએ પોત- પોતાના બાળકો સાથે હાજરી આપી હતી.

ગર્ભવતી કરીના કપૂર દીકરા તૈમુર સાથે પાર્ટીમાં પહોંચી હતી.આ સમયે કરીનાએ ગ્રીન ડ્રેસ પહેર્યો હતો, પાર્ટીમાં તૈમુર પુરા મોજ મસ્તીમાં જોવા મળ્યો હતો.

પાર્ટીમાં શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ નાના દીકરા અબરામ ખાન સાથે આવી પહોંચી હતી. અભિનેત્રી રાની મુખર્જી પોતાની દીકરી અદિરા સાથે ભાગ્યે જ જોવા મળે છે, એવામાં આ પાર્ટીમાં મીડિયાએ રાની અને અદિરા બંનેને કૈદ કરી લીધા હતા.

સેરોગેસી ટેક્નિક દ્વારા પિતા બનેલા તુષાર કપૂર પણ દીકરા લક્ષ્ય સાથે આવી પહોંચ્યા હતા. બહેન એકતા કપૂર પણ દીકરા રવિ સાથે આવી હતી, એકતા કપૂર પણ સેરોગેસી તેક્નિક દ્વારા માતા બની છે.

આ સિવાય પાર્ટીમાં નેહા ધૂપિયા, ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, ફિલ્મ ડાયરેક્ટર જોયા અખ્તર, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, નતાશા પુનાવાલા જેવા સિતારાઓ ખાસ અંદાજમાં ઉપસ્થિત રહ્યા હતા.

જણાવી દઈએ કે કરન જોહર સેરોગેસી ટેક્નિક દ્વારા પિતા બન્યા છે. વર્ષ 2017માં કરનના બંન્ને જુડવા બાળકો યશ અને રુહી જોહરનો જન્મ થયો હતો. કરન જોહર અવાર-નવાર બાળકો સાથે મસ્તી કરતો વીડિયો શેર કરતા રહે છે.