યમરાજ અને ભક્ત અમૃતની વાર્તા –
એક સમયની વાત છે, યમુનાના કિનારે અમૃત નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે યમ દેવતાની દિવસ-રાત તપસ્યા કરતો હતો કેમ કે તેને પોતાની મોતનો ડર લાગવા લાગ્યો હતો. યમરાજ, અમૃતની તપસ્યાથી ખુશ થયા અને તેની સામે આવીને વરદાન માંગવાનું કહ્યું.

અમૃતે યમરાજ પાસેથી અમરતાનું વરદાન માગ્યું. જેને સાંભળીને યમરાજે તેને સમજાવ્યો કે જેનો પણ જન્મ થાય છે તેમને મરવું જ પડે છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુથી નથી બચી શકતો. યમરાજની આ વાત સાંભળીને અમૃતે કહ્યું કે જો હું મોતને ટાળી નથી શકતો, તો પછી જ્યારે મોત એકદમ નજીક હોય ત્યારે મને ખબર પડી જાય, જેથી હું મારા કુટુંબ માટે કંઈક વ્યવસ્થા કરી શકું.
યમરાજે અમૃતને મોતની પૂર્વ સૂચના આપવાનું વરદાન આપ્યું. યમરાજે તેના બદલામાં અમૃતને કહ્યું કે તું પણ વચન આપ કે જેવું જ તમે મૃત્યુનું સંકેત મળે તો તું સંસારમાંથી વિદાય લેવાની તૈયારી શરુ કરી દઈશ. આટલું કહીને યમરાજ અદ્રશ્ય થઇ ગયા. એક વર્ષ જતું રહ્યું અને અમૃતે યમના વચનથી આશ્વસ્થ થઈને બધીજ સાધના છોડી વિલાસિતાપૂર્ણ જીવન જીવવાનું ચાલુ કરી દીધું. હવે તેની મોતની સહેજ પણ ચિંતા ન થતી. ધીમે ધીમે તેના વાળ સફેદ થવા લાગ્યા.
થોડા વર્ષ પછી તેના બધા જ દાંત તૂટી ગયા. પછી તેની આંખનું તેજ પણ ઓછું થઇ ગયા. આમ છતાં પણ તેના યમરાજનું કોઈ સંકેત ન મળ્યો. આવી જ રીતે થોડા વર્ષો વીતી ગયા અને હવે તો તે પથારી પરથી ઉભો પણ થઇ શકતો ન હતો, તેની શરીર લકવાગ્રસ્થ હોય તેવી સ્થિતિ થઇ ગઈ હતી. પરંતુ તેના મનમાંને મનમાં તે યમરાજને મોતનો કોઈ સંકેત ન મોકલવા બદલ ધન્યવાદ આપતો હતો.

એક દિવસ જ્યારે તેને યમદૂતને પોતાની નજીક જોયા ત્યારે તે હેરાન થઇ ગયા. યમદૂત તેને યમરાજ પાસે લઇ ગયો. ત્યારે અમૃતે યમરાજને કહ્યું કે તમે મને મૃત્યુથી પહેલા કોઈ પણ સંકેત ના મોકલ્યો.
ત્યારે યમરાજે વિનમ્રતાથી જવાબ આપ્યો કે મે તને 4 સંદેશ મોકલ્યા હતા, પરંતુ તું મોહ અને વિલાસિતાપૂર્ણ જીવન શૈલીએ તને આંધળો બનાવી નાખ્યો હતો. જ્યારે તારા વાળ સફેદ થયા એ પહેલો સંકેત હતો. જ્યારે તારા બધા જ દાંત તૂટી ગયા, એ મારો બીજો સંકેત હતો. ત્રીજો સંકેત જ્યારે તારું આંખનું તેજ જતું રહ્યું અને ચોથો સંદેશ જ્યારે તારા શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું, પરંતુ તું એક પણ સંકેત સમજી ના શક્યો.
આ રીતે યમરાજ દરેકને તેમની મૃત્યુ પહેલા આ 4 સંકેત આપે છે.
૧. સફેદ વાળ

તમે જોયું જ હશે કે ઉંમર વધે ત્યારે સૌથી પહેલા શું થાય છે? વ્યક્તિના વાળ સફેદ થાય લાગે છે. આમ સફેદ વાળને પહેલો સંદેશ માનવામાં આવે છે કે ઉંમર વધે છે માટે મોહની દુનિયામાંથી બહાર નીકળવાનું શરુ કરો.
૨. દાંત

બીજો સંદેશ જ્યારે ઉંમર થોડી વધે ત્યારે મળે છે. તે સમયે વ્યક્તિના દાંત પડવા લાગે છે. દાંત પડવાથી એવું કહેવામાં આવે છે કે વ્યક્તિનું શરીર કહે છે કે મને મુક્તિની જરૂર છે મારુ આટલું મોહ ન કર.
૩. આંખ

ત્રીજો સંદેશ વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયા નબળી થાય છે વ્યક્તિની સાંભળવાની અને જોવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. આ સમયે યમરાજ કહે છે કે હવે દુનિયાની વાતો સાંભળવાનું છોડ આત્મ ચિંતન અને મનન કર જેથી મુક્તિમાં તકલીફ ના પડે.
૪. વૃદ્ધ

ચોથા સંદેશમાં વ્યક્તિ કમરથી ઝૂકી જાય છે, શરીર પોતાનું વજન નથી ઉપાડી શકતું અને તેમને કોઈની મદદની જરૂર પડે છે. યમરાજ સમજાવે છે કે બહારના કોઈની મદદ લેવાને બદલે હવે ભગવાનની મદદ લો કેમ કે તે જ આપણા કર્મો અનુસાર સારા લોકમાં જગ્યા આપશે. જે વ્યક્તિ આ સંદેશા નથી સમજતા તે વ્યક્તિને નર્કમાં યમરાજ તેમને દંડ આપે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks