અભિનેત્રી કારમાં હતી ત્યારે જ અચાનક લાગી ગઈ એવી ભયાનક આગ, કે તસવીરો જોઈને તમારું મોઢું પણ પહોળું થઈ જશે

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ત્યારે આવા અકસ્માતની અંદર ઘણા લોકોના મોત પણ  થઇ જતા હોય છે. સેલેબ્રિટીઓને પણ ઘણીવાર અકસ્માતનો સામનો કરવો પડે છે. હાલ એવા જ એક અકસ્માતની ખબર સામે આવી રહી છે. જેમાં એક અભિનેત્રીની કારમાં અચાનક આગ લાગી ગઈ અને આખી જ કાર બાળીને ખાક થઇ ગઈ.

ધારાવાહિક “ગુમ હે કિસી કે પ્યાર મેં”ની અભિનેત્રી યામીન મલ્હોત્રાની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ વાતની જાણકારી તેને પોતે જ ઇન્સ્ટાગ્રામ ઉપર આપી છે. ઘટના હાલમાં જ મોડી રાત્રે બની છે. તેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “હું જુહુ માટે ડ્રાઈવ ઉપર નીકળી હતી. જેના બાદ હું લોખંડવાલા ચાલી ગઈ., મેં આને લઈને ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક મજેદાર તસવીરો પણ પોસ્ટ કરી છે.”

તેને આગળ કહ્યું કે,  ઇન્સ્ટા ઉપર મારી લાસ્ટ સ્ટોરીમાં તમે મને મારી કારની ડિક્કી ઉપર બેઠેલી જોઈ શકશો. પરંતુ જેવી જ હું સ્ટેરીંગ વ્હીલ ઉપર પરત આવી મેં જોયું કે બોનેટમાંથી આગ નીકળી રહી છે. હું કઈ સમજી શકતી કે આ શું થઇ રહ્યું છે એ પહેલા જ આગ ફેલાઈ ગઈ અને કારને તેની ચપેટમાં લઇ લીધી.”

અભિનેત્રીએ આગળ જણાવ્યું કે “કેટલાક રાહગીરો તેની મદદ માટે આગળ આવ્યા અને યામિનીને કારમાંથી બહાર કાઢી. પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન લગાવવામાં આવ્યો. પરંતુ જ્યાં સુધી ફાયર બ્રિગેડના લોકો ઘટના સ્થળે પહોંચ્યા કાર બળીને ખાક થઇ ચુકી હતી.

યામિની કહે છે કે “હું મારી કારને બચાવવા માટે કઈ ના કરી શકી. હું બસ વિચારી રહી હતી કે શું થતું જો હું અંદર લોક થઇ ગઈ હોતી તો. હું આ વિચારીને જ ડરી રહી છું.” યામિનીએ જણાવ્યું કે બાદમાં હું પોલીસ સ્ટેશન ગઈ અને રિપોર્ટ દાખલ કરાવ્યો. જેના બાદ એક ટીમ બળી ગયેલી કાર જોવા માટે તેની સાથે સ્થળ ઉપર આવી.

Niraj Patel