‘પૂરા કશ્મીર ભારત કા હિસ્સા થા, હૈ ઔર રહેગા…’, લલકાર સાથે રીલિઝ થયુ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર

યામીની ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર રીલિઝ, જોવા મળી કશ્મીરના બદલાતા હાલાતની ઝલક

‘પૂરા કશ્મીર ભારત કા હિસ્સા થા, હૈ ઔર રહેગા…’, યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’નું શાનદાર ટ્રેલર રીલિઝ

યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે. ટ્રેલર જોયા પછી એ સ્પષ્ટ છે કે યામી આ ફિલ્મથી કશ્મીરના એ માહોલને બતાવવાની કોશિશ કરી રહી છે જે ‘આર્ટિકલ 370’ હટ્યા બાદ બન્યો હતો. તે ટ્રેલરમાં કશ્મીરના બદલાતા હાલત પર પણ વાત કરતી જોવા મળી. એટલું જ નહિ, કશ્મીરની પૂરી કહાની વ્યક્ત કરતી નજર આવી રહી છે.

ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર રીલિઝ

ટ્રેલરની શરૂઆત કશ્મીરની સુંદર ઘાટીથી થાય છે, પછી બ્લેકઆઉટ થાય છે અને યામી ગૌતમની ઝલક જોવા મળે છે. યામી, પ્રિયા મણીને કહેતી સંભળાય છે કે કશ્મીર એક લોસ્ટ કેસ છે મેમ. જ્યાં સુધી આ સ્પેશિયલ સ્ટેટ્સ છે આપણે તેને હાથ નહિ લગાવી શકીએ અને તે લોકો આપણને આર્ટિકલ 370ને હાથ પણ નહિ લગાવવા દે.

‘યે બાજી ખૂન કી બાજી હૈ’

આ પછી હાથમાં રિવોલ્વર સાથે એક શખ્સ નજર આવે છે જે કશ્મીરમાં ભીડને કહે છે કે ‘યે બાજી ખૂન કી બાજી હૈ ઔર હર ઘર સે નિકલેગા બુરહાન, તુમ કિતને બુરહાન મારોગે ?’ આ પછી ધમાકાનો અવાજ ગુંજે છે અને સ્ક્રીન પર અરુણ ગોવિલ નજર આવે છે.

યામી ગૌતમ મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર

દેશના સૌથી ખૂબસુરત ભાગ કશ્મીર સાથે જોડાયેલ આર્ટિકલ 370ના જ્વલંત મુદ્દા પર બનેલ ફિલ્મનું ટ્રેલર ઘણુ પ્રોમિસિંગ જોવા મળી રહ્યુ છે. આ ફિલ્મને આદિત્ય સુહાસ જાંભલેએ ડાયરેક્ટ કરી છે અને લીડ રોલમાં યામી ગૌતમ છે. એક્ટ્રેસ હવે આ ફિલ્મથી મોટા પડદા પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે.

‘પૂરા કશ્મીર ભારત કા હિસ્સા થા, હૈ ઔર રહેગા…’

શેર કરતી વખતે લખવામાં આવ્યું કે – ‘પૂરા કશ્મીર ભારત કા હિસ્સા થા, હૈ ઔર રહેગા…’ જણાવી દઇએ કે, આર્ટિકલ 370 પર આધારિત યામીની ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ઉપરાંત પ્રિયા મણિ તેમજ અરુણ ગોવિલ, વૈભવ તત્વવાદી, સ્કંદ ઠાકુર અને અશ્વિની કૌલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Shah Jina