મનોરંજન

ટ્રેડિશનલ લુકમાં યામી ગૌતમ જોવા મળી ખૂબ જ ખૂબસુરત, જુઓ યામીની મહેંદી સેરેમનીથી લઇને લગ્ન સુધીની તસવીરો

બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. યામી સતત ચાહકો સાથે તેના લગ્ન સાથે જોડાયેલ રસ્મોની તસવીરો શેર કરી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. યામીએ હાલમાં જ તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી સુંદર અને ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. (Image Credit/Instagram-yamigautam)

આ તસવીરોમાં યામી લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે, જેમાં સિલ્વર એમ્બ્રોડરી થયેલી છે. સાથે જ તેણે એક લાલ રંગની ચુંદડી ઓઢેલી છે, તેણે મિનિમલ જ્વેલરી કેરી કરી છે.

યામીએ તેની કલીરેની રસ્મની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે લાલ સાડી સાથે ટ્રેડિશનલ નથ પણ પહેરી છે. યામી સિંપલ લુકમાં ઘણી સુંદર જોવા મળી રહી છે.

યામીએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેના ચહેરા પર ઘણો ગ્લો જોવા મળી રહ્યો છે. યામીએ તેની હલ્દીની તસવીરો પણ શેર કરી છે, જેમાં પણ તે ઘણી સુંદર જોવા મળી રહી છે.

યામી તેની હલ્દીની તસવીરોમાં પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. યામીએ હલ્દી સેરેમનીમાં કોડિયોથી બનેલી જ્વેલરી કેરી કરી છે. યામીની આ તસવીર પણ ઘણી જ ખૂબસુરત છે.

યામીની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. યામીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. તસવીરો પર ચાહકો ઘણી કમેન્ટો કરી રહ્યા છે અને તેના સિંપલ લુકની પ્રશંસા પણ કરી રહ્યા છે.

યામી ગૌતમની આ તસવીરો પર આયુષ્માન ખુરાનાએ તેને શુભકામનાઓ આપી છે. સાથે જ તેણે મજાકિયા અંદાજમાં લખ્યુ, પૂરી જય માતાજી વાળી ફિલિંગ આવી રહી છે. તમે બંને જ્વાલાજી ગયા હતા ?

આયુષ્માન ખુરાના ઉપરાંત વિક્રાંત મેસીએ પણ તસવીર પર કમેન્ટ કરી હતી, તેણે લખ્યુ, પ્યોર અને પાયસ, બિલ્કુલ રાધે માં જેવી. આ કમેન્ટ ખૂબ વાયરલ થઇ રહી છે.

યામી ગૌતમે સિંપલ રીતે પરિવાર વાળા વચ્ચેે ડાયરેેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા  હતા. યામીએ વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પણ ખૂબ વાયરલ થઇ હતી.

યામીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ચાહકો ઉપરાંત બોલિવુડ સેલેબ્સ પણ આ તસવીરોને લાઇક કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam (@yamigautam)