લગ્નના બે મહિના બાદ સાડી-સૂટ છોડી યામી ગૌતમે પહેરી લીધા બુમબાટ કપડા, હાથનો ચૂડો પણ થઇ ગયો ઓછો

લગ્ન પછી જુઓ કેવું ફિગર થઇ ગયું

બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમે 4 જૂનના રોજ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે હિમાચલમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના બાદ સુધી તેને ઇંડિયન સ્ટાઇલના કપડામાં સ્પોટ કરવામાં આવી હતી. જો કે, હાલમાં જ અભિનેત્રીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે હટકે સ્ટાઇલમાં જોવા મળી હતી.

યામીએ આ દરમિયાન બ્લેક કલરનો ટૂ પીસ સેપરેટ્સ સેટ્સ પહેર્યો હતો. જેમાં બ્લેક ક્રોપ ટોપ સાથે ફ્લેયર્ડ પેંટ સામેલ હતુ. યામીના કપડાની પેટર્ન લૂઝ હિટ હતી. જે તેને ઘણો રિલેકસ્ટ લુક આપી રહ્યા હતા. પોતાના લુકને બિલકુલ બેઝિક રાખતા યામીએ ક્રોપ ટોપ સાથે વાઇડ લેગ્ડ પેંટ વેર કર્યુ હતુ. જેની લંબાઇ એંકલ લેંથ રાખેલી હતી. શર્ટમાં કોલર નેકલાઇન બનેલી હતી. જેમાં સામેની બાજુ બટન રાખેલા હતા.

આ કેઝ્યુઅલ લુક સાથે યામી ગૌતમે મેકઅપને મિનિમલ રાખ્યો હતો. જેની સાથે તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા અને માથા પર ચાંલ્લો કર્યો હતો. આ લુક તેના પર ઘણો સુટ કરી રહ્યો હતો. આ સેટ સાથે યામીએ હાથમાં લાલ ચૂડો પહેર્યો હતો. જેની સાથે તેણે કાનમાં કશ્મીરી મહિલાની સુહાગની નિશાની “દેજિહોર” પણ પહેરી હતી. જે અભિનેત્રીની ખૂબસુરતીને વધારી રહી હતી.

યામી ગૌતમે ફિલ્મ “ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક” ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. આ ફિલ્મમાં યામીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.લગ્નની પહેલી તસવીર યામીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે. ફિલ્મ `ઉરી`માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતુ. આદિત્યે આ ફિલ્મના ડિરેક્ટર હતા જયારે યામી આ ફિલ્મમાં અભિનેત્રી હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યામી ગૌતમે ગયા વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું. આ ડુપ્લેક્સ ઉપરાંત, 2016માં યામીએ 100 વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ 25 એકરમાં ફેલાયેલું છે તે હિમાચલ પ્રદેશમાં છે.

યામીએ તેના લગ્ન સાથે જોડાયેલ રસ્મોની તસવીરો શેર કરી રહી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઇ હતી. યામીએ હાલમાં જ તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી સુંદર અને ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. આ તસવીરોમાં યામી લાલ રંગની સાડીમાં જોવા મળી રહી હતી, જેમાં સિલ્વર એમ્બ્રોડરી થયેલી હતી. સાથે જ તેણે એક લાલ રંગની ચુંદડી ઓઢેલી છે, તેણે મિનિમલ જ્વેલરી કેરી કરી હતી.

યામીએ તેની કલીરેની રસ્મની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે લાલ સાડી સાથે ટ્રેડિશનલ નથ પણ પહેરી છે. યામી સિંપલ લુકમાં ઘણી સુંદર જોવા મળી રહી છે. યામીએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેના ચહેરા પર ઘણો ગ્લો જોવા મળી રહ્યો છે. યામીએ તેની હલ્દીની તસવીરો પણ શેર કરી છે, જેમાં પણ તે ઘણી સુંદર જોવા મળી રહી છે.

યામી તેની હલ્દીની તસવીરોમાં પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. યામીએ હલ્દી સેરેમનીમાં કોડિયોથી બનેલી જ્વેલરી કેરી કરી છે. યામીની આ તસવીર પણ ઘણી જ ખૂબસુરત છે. યામીની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. યામીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. તસવીરો પર ચાહકો ઘણી કમેન્ટો કરી રહ્યા છે અને તેના સિંપલ લુકની પ્રશંસા પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom News (@zoomnews.india)

Shah Jina