WWE સ્ટાર સારા લીનું 30 વર્ષની ઉંમરે નિધન, બે દિવસ પહેલા બાથરૂમ માંથી કહ્યુ હતુ આ બીમારીથી…

ખેલ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ની ભૂતપૂર્વ રેસલર સારા લીનું નિધન થયું છે. તેની ઉંમર માત્ર 30 વર્ષની હતી. સારાના મોતના સમાચાર તેની માતાએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. આ પછી તેના ચાહકોને આઘાત લાગ્યો હતો. WWE સ્ટારનું મૃત્યુ કેવી રીતે થયું, તે હજુ સુધી જાણી શકાયું નથી. સારા લીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું. સારા લી લગભગ એક વર્ષ સુધી WWEમાં ફાઇટ કરી છે.

તે 2016માં એક લાઈવ ઈવેન્ટ દરમિયાન હીલ પ્રોમો આપતી જોવા મળી હતી. થોડા દિવસો પછી, જાન્યુઆરીમાં સારા લીએ છ-મહિલાઓની ટેગ ટીમ મેચમાં ઇન-રિંગ ડેબ્યૂ કર્યું. તે દરમિયાન મેન્ડી રોઝે પણ આ શોમાં ભાગ લીધો હતો. સારા લી ડબ્લ્યુડબ્લ્યુઇની રિયાલિટી સિરીઝ ટફ ઇનફની સિઝન 6ની વિજેતા પણ રહી છે. 2016ના અંતમાં સારાએ તેની છેલ્લી મેચ રમી હતી. તે દરમિયાન ઓગસ્ટમાં સારા લીએ ડબલ્સ મેચ રમી હતી. સારા લી એક મજબૂત પહેલવાન હોવાની સાથે સાથે સુંદર ચહેરો પણ હતી.

લીના લગ્ન WWE સુપરસ્ટાર વેસ્ટિન બ્લેક સાથે થયા હતા. કપલને ત્રણ બાળકો છે. સારાની માતાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, “દુઃખ સાથે અમે જાહેરાત કરીએ છીએ કે અમારી પુત્રી સારા વેસ્ટનનું નિધન થયું છે. અમે બધા આઘાતમાં છીએ.” તે જ સમયે, WWEએ કહ્યું, “WWE સારાહ લીના નિધનના સમાચારથી દુખી છે. ભૂતપૂર્વ ‘ટફ ઈનફ’ વિજેતા લીએ રમતગમતની દુનિયામાં લોકો માટે પ્રેરણારૂપ કામ કર્યું છે. WWE તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.

સારાના મૃત્યુના સમાચારથી કુસ્તી જગતને આઘાત લાગ્યો છે અને ઘણા કુસ્તીબાજોએ તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેની તસવીર શેર કરતા સારાએ લખ્યું કે તે સાઇનસ ઇન્ફેક્શનમાંથી સાજી થઇ રહી છે અને લાંબા સમય બાદ સતત બે દિવસ જીમમાં જઇને સારું અનુભવી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં WWE ટફ ઈનફ જીત્યા બાદ તેને એક વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Lee (@saraann_lee)

તે પછી તે NXT માં ઘણી વખત દેખાઈ, પરંતુ કંપનીના ટોચના અધિકારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. આવી સ્થિતિમાં વર્ષ 2017માં તેમનો કોન્ટ્રાક્ટ વધારવામાં આવ્યો ન હતો. તે જ વર્ષે તેણે વેસ્ટિન બ્લેક સાથે લગ્ન કર્યા.

Shah Jina