ખબર

જે વુહાને દુનિયાભરમાં ફેલાવ્યો કોરોના, તે હવે હજારો લોકો સાથે કરી રહ્યું છે પાર્ટી, જુઓ તસવીરો

આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના વાયરસ ફેલાવનાર ચીનનું વુહાન શહેર છે. આજે વુહાનના કારણે આખી દુનિયા સંકટમાં આવી ગઈ છે. હાલમાં જ વુહાનમાં યોજાયેલી પુલ પાર્ટીનું આયોજન ચર્ચાનો વિષય બની છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલી આ પુલ પાર્ટીમાં હજારો લોકો જોડાયેલા જોવા મળે છે. વિડીયો અને તસવીરોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જ પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

મળતી જાણકારી પ્રમાણે આ પાર્ટીનું આયોજન વિકેન્ડ ઉપર કરવામાં આવ્યું હતું. માયા બીચ વોટર પાર્ક ઉપર થયેલી આ પાર્ટીમાં સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને આ પાર્ટી દુનિયાભરમાં ચર્ચાનું કારણ બની છે.

આ પાર્ટીમાં ના તો લોકોએ માસ્ક પહેર્યા છે ના સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરી રહ્યા છે. આ પાર્ટીની તસવીરો જોઈને લાગે છે કે ત્યાંના લોકો નજીકના સંપર્કના કારણે સંક્રમણના ખતરાને પણ ભુલાવી બેઠા છે. જયારે તેમને જ આ જીવલેણ કોરોના વાયરસનો પ્રસાર દુનિયાની અંદર કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.