ખબર

કોરોના વાયરસને લઈને થયો સૌથી મોટો ખુલાસો, અમેરિકાના પૈસાથી જ તૈયાર થયો હતો વાયરસ

હાલ દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ ચીનમાંથી શરૂ થયો હતો, પરંતુ વાયરસ કેવી રીતે ફેલાયો તે મુદ્દે અનેક અટકળો થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ વાયરસ માટે ચીનને જ જવાબદાર ગણે છે, પરંતુ હકીકત એનાથી જુદી છે.

Image Source

અમેરિકાના જ એક ઉચ્ચ અધિકારીના દાવા પ્રમાણે ચીનની લેબમાં તૈયાર થયેલા (corona) કોરોના વાયરસ માટે ફંડ ખુદ અમેરિકાએ આપ્યું હતું. અમેરિકા વુહાનની લેબને છેલ્લાં પાંચ વર્ષથી સંશોધન માટે ફંડ આપે છે. 2015થી અત્યાર સુધી અમેરિકા વુહાનની લેબને 3.7 મિલિયન ડોલર ફંડ આપી ચૂક્યું છે. આટલું જ નહીં 2014 સુધી ખુદ અમેરિકા કોરોના પર રિસર્ચ કરવા માંગતું હતું સુરક્ષાના કારણોસર અમેરિકાએ વુહાનની લેબમાં કરવાનો ફેંસલો કર્યો હતો.

અમેરિકાના ડોક્ટર ઍન્થની ફાઉંચી જે જે છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં છેલ્લા 35 વર્ષથી અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઇફેકશિયસ ડિઝિસેજ એટલે કે, એનઆઈએઆઈડી ના ડાયરેક્ટર છે. તે અમેરિકાના છેલ્લા 5 રાષ્ટ્રપતિ સાથે કામ કરી ચુક્યા છે.

Image source

એન્થની ફાઉચીએ 2017માં ભવિષ્યવાણી કરી હતી કે (corona)નવી સરકારના કાર્યકાળમાં અમેરિકામાં એક મહામારી ફેલાશે. તે સમયે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ નવા રાષ્ટ્ર્પતિ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્ય જનક વાત છે કે, આ ભયાનક બીમારી વિષે ડોક્ટર કાઉંચીને કેવી રીતે ખબર પડી કે આ ભયાનક બીમારીથી આખું વિશ્વ ઝપેટે આવી જશે. જોવાની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે વુહાન લેબને આ વાયરસ માટે જવાબદાર ગણે છે એ જ લેબોરેટરીને છેલ્લાં પાંચ વર્ષથી અમેરિકા ફંડ આપે છે. એ ફંડ એન્થની ફાઉચીએ જ મંજૂર કર્યું હતું.

Image Source

સાઉથ ચાઈના યુનિવર્સિટીના બે વિજ્ઞાાનિકો – બુતાઉ જિયાઉ અને લી જિયાઉએ કોરોનાના મૂળિયા શોધી કાઢ્યા છે. આ બંને વિજ્ઞાનિકોએ તૈયાર કરેલા અહેવાલમાં દાવો થયો હતો કે ચામાચીડિયાની જે પ્રજાતિમાંથી આ વાયરસ ફેલાયો હોવાનું કહેવાય છે એ તો વુહાન આસપાસ જોવા જ મળતા નથી. વુહાનની માર્કેટમાં ચામાચીડિયા મળતા જ નથી, ત્યાં એનું સૂપ પણ બનતું નથી. તો પછી આ ચામાચીડિયામાંથી રોગ આવ્યો ક્યાંથી?

Image Source

જણાવી દઈએ કે, ચાઇનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પાસેથી ફંડિગ મેળવે છે.તે બાયોમેડિકલ અને જાહેર આરોગ્ય સંશોધન માટે યુએસ સરકારની સંસ્થા છે. વુહાનની લેબની વેબસાઇટ પર એનઆઈએચનું નામ ભાગીદાર કંપની તરીકે સૂચિબદ્ધ છે. જો કે, આ ખુલાસા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ગ્રાન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.