અજબગજબ

અચાનક જ સ્ત્રીના ફોનમાં અજાણ્યા વ્યક્તિનો આવ્યો રોંગ નંબર,ફોન ઉપાડતા જ થયું કંઈક એવું કે જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો, જાણો પુરી ઘટના….

આજના મોર્ડન અને ટેક્નોલોજીનામાં સમયમાં ઘણા એવા ઉપકરણો આવી ગયા છે જેનાથી ઘણી વસ્તુઓ સહેલી અને ઝડપી બની ગઈ છે. તેમાંની જ એક વસ્તુ છે મોબાઈલ. મોબાઈલ એકબીજાની સાથે માત્ર વાત કરવા માટેનું જ સાધન નથી પણ તેના દ્વારા આપણે ઘણી સુવિધા અને ટેક્નોલોજીનો ફાયદો મેળવી શકીયે છીએ.આજે ખુબ ઓછા લોકો એવા જોવા મળશે જેઓની પાસે મોબાઇલ ન હોય. જો કે ઘણીવાર આજ સુવિધા આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે જે એક ગંભીર પરિણામ લાવે છે.

Image Source

એવી જ એક દર્દનાક ઘટના એક સ્ત્રી સાથે બની હતી અને તે પણ આ જ મોબાઈલ ને લીધે, જેને લીધે તેને મૌતને ઘાટ ઉતરવું પડ્યું હતું.મોટાભાગે એવું બનતું હોય છે કે ક્યારેક આપણાથી રોંગ નંબર લાગી જાતો હોય છે તો ક્યારેય કોઈકનો રોંગ નંબર આપણા ફોનમાં આવી જાતો હોય છે એવામાં આ સ્ત્રી સાથે પણ કંઈક એવી જ ઘટના બની.સ્ત્રીના ફોનમાં ફોનમાં એકવાર રોંગ નંબર આવ્યો જેણે તેના જીવનને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું, અને જે પણ બનાવ બન્યો તેના વિશે આપણે વિચારી પણ ના શકીયે.

Image Source

વાત કંઈક એમ હતી કે આ મહિલાના ફોનમાં એકવાર ભૂલથી કોઈ એક પુરુષનો રોંગ નંબર આવી ગયો. એવામાં સામે વાળા વ્યક્તિને પણ ખબર પડી ગઈ કે નંબર કોઈક સ્ત્રીનો છે અને બસ પછી તેને સ્ત્રીને હેરાન કરવાનો મૌકો મળી ગયો. જો કે સ્ત્રીએ રોંગ નંબર કહીને ફોન કાપી નાખ્યો હતો પણ તે પુરુષ રોજ તેને ફોન કરીને હેરાન-પરેશાન કરવા લાગ્યો.

Image Source

બીજી તરફ આ વિવાહિત મહિલાના પરિવારના લોકો પણ શંકા શીલ સ્વભાવના હતા, માટે સ્ત્રી ફોન ઉપાડતા પણ અચકાતી હતી. સામે વાળો વ્યક્તિએ ફોન કરવાની સાથે સાથે તેને મેસજ કરીને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું.તે આ સ્ત્રીને, જાનુ તમે કેમ નથી ઉપાડતા, તમે કેમ મારી સાથે વાત નથી કરતા… જેવા મેસેજ કરીને તે મહિલાને હેરાન કેવા લાગ્યો.જો કે મોટાભાગે એવું બનતું આવ્યું છે કે રોંગ નંબરને લીધે ઘણી એવી સમસ્યાઓ થઇ જાતી હોય પણ આ સ્ત્રીને તો પોતાનું જીવન જ કુરબાન કરી દેવું પડ્યું.

એવામાં આવી જ રીતે એકવાર ફરીથી તે અજાણ્યા પુરુષનો ફોન આવ્યો અને સ્ત્રીની સાસુ એ ફોન ઉપાડ્યો તો ત્યારે પણ તે એવું જ બોલતો રહ્યો કે,”જાનુ તારા અવાજે મને એકદમ ઘાયલ બનાવી દીધો છે,પ્લીઝ મારી વાત સાંભળને,કેમ મારી સાથે તું વાત જ નથી કરતી”.  તેના આવા શબ્દોને લીધે સ્ત્રીની સાસુ ખુબ ગુસ્સે ભરાઈ અને તેણે બધી જ વાતની જાણ સ્ત્રીના પતિને કરી દીધી અને કહ્યું કે તારી પત્નીના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે અને તે રોજ તેની સાથે ફોન પર આવી આવી વાતો કરે છે.

Image Source

પતિ પણ આ વાત સાંભળીને ગુસ્સે ભરાઈ ગયો અને કાઈપણ કહ્યા કે સમજ્યા વગર જ પોતાની પત્નીને ઢોરની જેમ માર મારવા લાગ્યો.પોતાની પત્નીને એક વાત પણ કહેવાનો મૌકો ના આપ્યો અને તે બધું સહન કરતી રહી, આ સિવાય તેણે ગીતા પર હાથ મૂકીને પણ કસમ ખાધા કે આ એક રોંગ નંબર હતો અને તેની સાથે તેના કોઈ જ સંબંધ નથી પણ પરિવારના લોકોએ તેની એક વાત ના માની.

Image Source

આખરે તેઓએ સ્ત્રીના ભાઈ અને પરિવારના લોકોને પણ તેના કારનામાની જાણ કરી. સ્ત્રીનો મોટોભાઈ પણ પોતાની બહેનની આવી વાતો સાંભળીને તેને મારવા લાગ્યો, આ મહિલાની નિર્દોષતાને કોઈ સાંભળવા માટે કે સમજવા માટે તૈયાર જ ન હતા, આ સિવાય તેનો પોતાનો ભાઈ અને પરિવાર જ તેના પર વિશ્વાશ કરતો ન હતો તો બીજાની તો વાત જ શી કરવી!

Image Source

ગુસ્સા પર કાબુ ન આવતા ભાઈએ પોતાની સગી બહેનને જ ગોળી મારીને મૃત્યુને ઘાટ ઉતારી દીધી.સ્ત્રીનો નાનો ભાઈ કદાચ બધું સમજી શકે તેમ હતો માટે આ વાતની જાણ થાતા જ તેમણે બધી જાંચ કરી અને પોતાની બહેનના ફોનની બધી જ ડિટેઈલ્સ કઢાવી અને તેણે પોતાના ભાઈ-ભાભી, માતા બહેનના સાસુ અને તેના પતિ પર પોલીસ કેસ પણ દર્જ કરાવ્યો અને રોંગ નંબર વાળા અજાણ્યા વ્યક્તિના વિરુદ્દ  F.I.R. પર દર્જ કરાવી.

પોલીસની જાંચ દરમિયાન એ જાણવા મળ્યું કે સ્ત્રીએ માત્ર એકજ વાર આ અજાણ્યા વ્યક્તિનો ફોન ઉપાડ્યો હતો અને સામે વાળો વ્યક્તિ જ તેને મેસેજ કરીને હેરાન કર્યા કરતો હતો.એવામાં ભાઈએ રોંગ નંબર વાળા વ્યક્તિને પણ કડક સજા કરાવડાવી હતી જ્યારે બીજી તરફ સગા ભાઈએ પોતાના હાથે જ નિર્દોષ બહેનને મારી નાખવાને લીધે મોટાભાઈએ આત્મહત્યા કરીને પોતાની ભૂલનો પ્રશ્ચાતાપ કર્યો.

Image Source

જો કે આ એક ઘટનાથી શીખવાની બાબત એ છે કે ઉતાવળે કે ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્યારેય સફળ કે સાચા સાબિત નથી થાતા.આ સિવાય માત્ર સ્ત્રી જ નહિ પણ કોઈપણ વ્યક્તિની સ્થિતિ જાણ્યા વગર તેઓની માન-મર્યાદા કે ઈજ્જત પર લાંછન ન લગાવવું જોઈએ, નહીંતર તે એક ગંભીર પરિણામ લાવી શકે છે.માત્ર એક રોંગ નંબરે એક હસતા-રમતા પરિવારને બરબાદ કરી નાખ્યું.સ્ત્રીની માન-મર્યાદા અને તેનું સમ્માન જાળવવું જ વ્યક્તિ કે પતિની સાચી કિંમત કરાવે છે.ઉતાવળમાં લીધેલો નિર્ણય ક્યારેય સફળ થયો નથી કે ન તો ક્યારેય થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks