વાયરલ

જુઓ વીડિયો : આ જગ્યાએ માસ્ક ના પહેરેલા લોકોને મારવામાં આવે છે છુટ્ટી ખુરશી, સરકારે રેસલર્સને કર્યા હાયર

કોરોના વાયરસથી બચવા માટે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે,  છતાં પણ ઘણા લોકો માસ્ક પહેરવા બાબતે ગંભીર નથી દેખાતા. સરકાર દ્વારા પણ માસ્ક ના પહેરનાર લોકો માટે દંડની જોગવાઈ પણ કરી છે. પરંતુ મેક્સિકોમાં માસ્ક ના પહેરવા માટે દંડ નહીં પરંતુ છુટ્ટી ખુરશી જ મારવામાં આવે છે.

Image Source

જાણીને નવાઈ લાગે પણ આ હકીકત છે. મેક્સીકોના શહેર ઈરાપુએટોમાં સ્થાનિક સરકાર દ્વારા માસ્ક ના પહેરનાર લકોમાં જાગૃતતા લાવવા માટે કેટલાક રેસલર્સને હાયર કર્યા છે. આ રેસલર્સનો જાગૃતતા ફેલાવવાનો અંદાજ પણ ખુબ જ અનોખો છે.

Image Source

આ રેસલર્સ મેક્સિકોના રસ્તાઓ ઉપર પોપટના રેસલિંગ આઉટફિટમાં ફરે છે અને જે વ્યક્તિ માસ્ક વગર દેખાય તેના ઉપર પહેલા છુટ્ટી ખુરશી મારે છે અને ત્યારબાદ તેને માસ્ક આપે છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ઈરાપુએટોની સરકાર દ્વારા ટ્વિટ કરીને પોસ્ટ કરવામાં આવી છે કે “પોતાના અનોખા ફાઇટર્સ વાળા અંદાજમાં આ રેસલર્સ લોકોને માસ્ક વાપરવાની સલાહ આપે છે જેના કારણે કોરોના વાયરસ ઇન્ફેક્શનની ચેઇન તૂટી શકે. તમારે માટે સારું એજ હશે કે આ રેસ્લર્સ તમને શોધી ના શકે અને તમે પણ જો એવું ઈચ્છો છો તો પબ્લિક પ્લેસમાં માસ્ક જરૂર લગાવીને રાખો.

રેસલર્સનો આ અંદાજ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકોએ તેની પ્રસંશા પણ કરી છે.