ખબર ખેલ જગત ફિલ્મી દુનિયા

પહેલાવન બબીતા ફોગાટે આપી સરસ મજાની ખુશ ખબરી, પતિ સાથે શેર કરી તસ્વીર

કરીના, અનુષ્કાને તો કરોડો લોકો પસંદ કરે છે, આજે જોઈએ ભારતની અસલી હિરોઈનને કોણ કોણ પસંદ કરે છે.

લોકડાઉન બાદ ઘણા સેલેબ્રિટીઓએ ખુશ ખબરીઓ આપી છે ત્યારે આ બધામાં હવે પહેલવાન બબીતા ફોગાટનો પણ સમાવેશ થઇ ગયો છે. તેના ઘરે પણ એક નાનું મહેમાન આવવાનું છે. આ ખુશખબરી તેને પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે. પોતાના પતિ વિવેક સુહાગ સાથે એક  તસ્વીર શેર કરી છે. જેમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Babita Phogat (@babitaphogatofficial)

વર્ષ 2014માં રાષ્ટ્રમંડલ રમતમાં સુવર્ણ પદદક જીતીને બબીતાએ દેશનું નામ રોશન કર્યું હતું. તેના લગ્ન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. તેને લગ્નના આઠ ફેરા લીધા હતા. તેનો પતિ વિવેક પણ એક પહેલવાન છે. તે બંનેની મુલાકાત 2014માં થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Babita Phogat (@babitaphogatofficial)

બબીતાએ પોતાના પતિ સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે. જેમાં તે લાઈટ પિન્ક ડ્રેસની અંદર બેબી બંપ સાથે નજર આવી રહી છે. આ  તસ્વીરની સાથે તેને ખુબ જ સરસ સંદેશ પણ લખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Babita Phogat (@babitaphogatofficial)

બબીતાએ લખ્યું છે: “તમારી પત્નીના રૂપમાં વિતાવેલી દરેક પળમાં એ અનુભવ કર્યો છે કે હું કેટલી ભાગ્યશાળી છું.  તું મારી ખુશીઓ છે. તમે મને પૂર્ણ કરી. હું મારા જીવનમાં આ નવા અધ્યાયને શરૂ કરવા માટે ઉત્સાહિત છું અને આતુરતાથી રાહ જોઈ રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by Babita Phogat (@babitaphogatofficial)

સોશિયલ મીડિયામાં આ તસ્વીર ખુબ જ લાઈક કરવામાં આવી રહી છે અને ઘણા લોકો કોમેન્ટ કરી બબિતાને શુભકામના પણ પાઠવી રહ્યા છે.