શહેરોના જીવનમાં મહત્વનો ભાગ હોય છે ઘર અને ઘરમાં મહત્વની વસ્તુઓમાં એક હોય છે ફ્રિજ. આપણે જમ્યા બાદ વધેલું ખાવાનું પોતાના ફ્રિજમાં મૂકી દેતા હોઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે ફ્રિજમાં ખાવાનું મૂકી દેવાથી તે ખરાબ નહિ થાય. પરંતુ શું તમે જાણો છો કે જો આપણે અમુક બાબતોનું ધ્યાન ન રાખીએ તો આ આપણા સ્વાસ્થ્ય અને શરીરને ઘણું નુકશાન પહોંચાડે છે. જો તમે પણ ફ્રિજમાં વાસી ખાવાનું મુકતા હોવ તો સાવધાન થઇ જાઓ, કારણ કે એ બીમારીઓનું ઘર બની શકે છે.

જો તમે પણ ફ્રિજમાં ખાવાનું જમા કરો છો તો આ એક ગંદી આદત છે. જમા કરીને રાખેલા ભોજનમાં વધુ માત્રામાં એડીવીટીઝ, કાર્બોહાઇડ્રેટ, ફ્રૂકટોઝ કોર્ન સીરપ અને ટ્રાન્સ ફેટી એસિડ હોય છે. ટ્રાન્સ ફેટી એસિડથી હૃદયની બીમારીઓ થવાનો ભય રહે છે. એડીવીટીઝથી છાતીમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હાઈ ફ્રૂકટોઝ કોર્ન સીરપથી પૈંક્રિયાટિક કેન્સર થઇ શકે છે.
શુગરયુક્ત આહાર –
ફ્રિજમાં રાખેલી પેસ્ટ્રીઝ, ચોકલેટ, મીઠાઈ અને મુરબ્બો, જેમાં પણ ખાંડ અને કાર્બોહાઇડ્રેટની વધુ માત્રા હોય છે, આને ખાવાથી આપણા શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે. જે હાર્ટએટેક, કબજિયાત, હાઇબ્લડપ્રેશર અને ટાઈપ 2 ડાયાબિટીસનું કારણ બને છે. આ સિવાય મેદસ્વીતા, અનિંદ્રા, તણાવ વગેરે થઇ શકે છે.

વાસી ખાવાનું –
જો તમારા ફ્રિજમાં ત્રણ-ચાર દિવસથી વધુ જૂનું ખાવાનું રાખ્યું છે તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આને ખાવાથી ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુઃખવું, ડાયેરિયા, ઉલ્ટી અને મરડો જેવી સમસ્યાઓ થઇ શકે છે.
મસાલાયુક્ત આહાર –
સોસ, ચટણી, અથાણું, પનીર જેવા મસાલાયુક્ત આહાર, જેમાં મીઠું, તેલ અને શુગર હોય છે, એને ખાવાથી બચો. કારણ કે આ ખાદ્ય-પદાર્થોમાં હાજર પોષણને ખતમ કરી દે છે. મસાલાયુક્ત આહાર ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે, જેનાથી બ્લડપ્રેશર પર અસર થાય છે અને હાર્ટએટેકનો ખતરો વધી જાય છે.

રેફ્રિજરેટેડ પીણાં –
તમારા ફ્રિજમાં હાજર સોફ્ટ ડ્રિંક્સ બિલકુલ પોષણયુક્ત નથી હોતા. એ પીણાં પીવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી હોય છે અને કિડનીમાં પથરી થવાની સંભાવનાઓ વધી જાય છે. વધારે પ્રમાણમાં સોફ્ટ ડ્રિંક્સ પીવાથી મેદસ્વીપણા, ભૂખ ઓછી થવી, એસિડિટી, કબજિયાત, દાંતમાં ડાઘા જેવી સમસ્યાઓ થાય છે.
બટાકા –
જયારે આપણે બટાકા ફ્રિજમાં મૂકીએ છીએ ત્યારે ફ્રીજનું તાપમાન બટાકામાં હાજર સ્ટાર્ચને શુગરમાં બદલી નાખે છે. આ શુગર આગળ જઈને રિએક્ટ કરે છે, જે એક ખતરનાક કેમિકલમાં બદલાઈ જાય છે. જેને કારણે કેન્સર જેવી ખતરનાક બીમારી થઇ શકે છે.

તો ફ્રિજમાં વસ્તુઓ મુકવા માટે શું કરી શકાય –
ફ્રીજનું તાપમાન યોગ્ય રાખો –
ફૂડ પોઇઝનિંગ ફેલાવનાર બેક્ટેરિયા 5 ડિગ્રી સેલ્સિયસથી 60 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઝડપી ફેલાય છે, એટલે જરૂરી છે કે આપણે આપણા ભોજનને આ તાપમાનમાં ન રાખીએ. જો ફ્રિજમાં કોઈ જલ્દી ખરાબ થવાવાળી વસ્તુઓ પડી હોય તો ફ્રીજનું તાપમાન એ રીતે સેટ કરો.
યોગ્ય રીતે રાખો આહાર –
કેટલાક આહાર જેમ કે કાચું અને પકાવેલું માંસ, દૂધ અને ડેરી પ્રોડક્ટ, ઈંડાથી બનેલી વસ્તુઓ વગેરે જલ્દી ખરાબ થઇ જાય છે. આવા આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ જલ્દી ખરાબ થઇ જાય છે, સાથે એમાં બેક્ટેરિયા બનવાની સંભાવના વધુ હોય છે. એવામાં આવી વસ્તુઓને ફ્રિજમાં વધુ સમય માટે ન રાખો.

જલ્દી રાખો આહાર –
બજારમાંથી ખરીદીને લાવેલા ફ્રોઝન ફૂડને બને એટલી જલ્દી ફ્રિજમાં મૂકી દેવા જોઈએ. ઉનાળાના દિવસોમાં આને 30 મિનિટની અંદર જ ફ્રોજમાં મૂકી દેવા જોઈએ. બજારમાંથી આવી વસ્તુઓને લાવતા સમયે પણ ગરમ અને ઠંડી વસ્તુઓને અલગ જ રાખવી જોઈએ.
જયારે તમને કોઈ પણ પ્રકારની દુવિધા હોય કે ખાવાનું ખાવા લાયક છે કે નહિ, તો એને ફેંકી દેવી યોગ્ય રહે છે. એને ફરીથી ફ્રિજમાં ન મુકો. પેક ભોજનને એક્સપાયરી ડેટ પછી ન વાપરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.