જ્યોતિષ શાસ્ત્ર

આ વિધિથી પૂજા કરવાથી શનિદેવ થાય છે ખુબ જ પ્રસન્ન, લાખો લોકોને થયો ફાયદો

શનિવારના દિવસે દરેક વ્યક્તિ શનિદેવની પૂજા કરે છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જેના પર પણ શનિદેવની કૃપા થાય તેના જીવનમાં આવવાવાળી બધી જ તકલીફો અને બાધાઓ દૂર થઈ જાય છે. પરંતુ જો શનિદેવ ક્રોધિત થઈ જાય તો તેમણે ઘણા બધા દુઃખ અને તકલીફો ભોગવવી પડે છે.

Image Source

જે પણ વ્યક્તિ સારા કર્મ કરે છે તેને શનિદેવ શુભ ફળ આપે છે, પંરતુ જે વ્યક્તિ ખરાબ કર્મ કરે તેને ખુબ જ તકલીફો ભોગવવી પડે છે. તેથી જ તો કેટલાક લોકો શનિદેવની ઉપાસના કરતા પણ ડરે છે. શું તમે જાણો છે કે શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દીથી પ્રસન્ન થઈને તમને શુભ ફળ આપે છે.

મંત્રોચ્ચાર:

Image Source

જો કઈ વ્યક્તિ જોડે વારંવાર દુર્ઘટના થતી હોય તો તે વ્યક્તિએ શનિદેવને પ્રસન્ન કરવા માટે મંત્રોચ્ચાર કરવો જોઈએ. તેના માટે તમારે શનિવારે ऊं शं अभयहस्‍ताय नम: મંત્રનો જાપ કરવો જોઈએ અને તેની સાથે સાથે શનિદેવને પ્રાર્થના કરવી કે તમારી બધી જ ભૂલો માટે તમને માફ કરી દે અને તમારા પર કૃપા કરે.

સરસવનું તેલ:

Image Source

જો તમને નોકરીમાં તકલીફ આવી રહી હોય તો તમારે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે દિવા કરવો જોઈએ. દીવો કરતી વખતે ધ્યાન રાખવું કે દીવો સરસવના તેલનો જ કરવો. તમારે 9 શનિવાર સરસવના તેલના દિવા કરવાના રહેશે અને તેની સાથે તમારે શનિદેવને પ્રાર્થના કરવી કે તમને નોકરીમાં સફળતા આપે.

દિવ્યાંગ લોકોને દાન:

Image Source

દિવ્યાંગ અને ગરીબ લોકોને દાન કરવાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે. જો તમને જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ આવે ત્યારે તમારે દર શનિવારે ગરીબ અને દિવ્યાંગ લોકોને વસ્તુઓ દાન કરવી જોઈએ અને તેની સાથે શનિદેવને પ્રાર્થના કરવી જોઈએ કે શનિદેવ તમારી બધી તકલીફો અને કષ્ટો દુર કરે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.