ભોળા શંભુના પાવન તહેવાર શિવરાત્રીને હવે થોડા જ સમયની વાર છે ત્યારે આખો દેશ શિવભક્તિમાં લિન થઇ જશે, ઠેર ઠેર શિવનાદ ગુંજતો સાંભળવા મળશે, આ દિવસે ખાસ શિવજીની પૂજા કરવામાં આવે છે, તેમની કૃપા મેળવવા માટેના ઉપાયો કરવામાં આવે છે ત્યારે આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે તમે શિવજીની કૃપા કેવી રીતે મેળવી શકો છો તે જણાવીશું.

મેષ:
જે લોકોનો જન્મ મેષ રાશિમાં થયો છે તેવા લોકોએ શિવરાત્રીના દિવસે 12 જ્યોતિર્લિંગમાં ગણાતા સોમનાથના શિવલિંગની પૂજા કરવી જોઈએ, આ દિવસે સોમનાથના દર્શન કરવા પણ ખુબ જ લાભદાયક છે, જો તમે સોમનથ દર્શને જઈ શકવા માટે સક્ષમ નથી તો તમે પાસે રહેલા શિવજીના મંદિરમાં જઈને પણ સોમનાથનું છો. શિવલિંગને આજના દિવસે દૂધથી સ્નાન કરાવી તેના ઉપર બીલીના ફૂલ પણ ચઢાવવા.
શિવજીની પૂજા કર્યા બાદ “હ્રીં ૐ નમઃ શિવાય હ્રીં” મંત્રનો જાપ કરવાથી શિવીજીની કૃપા મેળવી શકશો.

વૃષભ:
શૈલ પર્વત ઉપર બિરાજમાન મલ્લિકાર્જુન વૃષભ રાશિના સ્વામી છે. વૃષભ રાશિના જાતકોએ શિવરાત્રીના દિવસે મલ્લિકાર્જુનના દર્શન કરવા જોઈએ, જે લોકો મલ્લિકાર્જુન નથી જઈ શકતા એવા લોકોએ પણ પાસે રહેલા કોઈપણ શિવાલયના શિવલિંગની પૂજા ગંગાજળથી કરવી અને આંકડિયાના ફૂલ શિવજીને અર્પણ કરવા.
આ સાથે “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ પણ કરવો.

મિથુન:
ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વરને મિથુન રાશિના સ્વામી માનવામાં આવે છે. મીઠું રાશિના જાતકો આજે આ દિવસે મહાકાલેશ્વરના દર્શન કરે છે તો તેઓ આખા વર્ષ દરમિયાન સંકટોથી દૂર રહે છે, જે લોકો ઉજ્જૈન દર્શન માટે નથી જઈ શકતા એવા લોકોએ પાસેના શિવાલયના શિવલિંગને દૂધ અને મધથી સ્નાન કરાવી બીલીપત્ર ચઢાવવા જેનાથી ઘણો જ લાભ થશે.
ત્યાં “ૐ નામોઃ ભગવતે રુદ્રાય” મંત્રનો જાપ કરવો.

કર્ક:
મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના મહાદેવ કર્ક રાશિ સાથે સીધો સંબંધ ધરાવે છે. શિવરાત્રીના દિવસે ઓમકારેશ્વરના દર્શન પણ ઘણા જ લાભ દાયક છે, જો આજના દિવસે તમે ત્યાં દર્શન નથી જઈ શકતા તો પણ કોઈપણ શિવાલયમાં જઈને ઓમકારેશ્વરના શિવજીનું ધ્યાન ધરવું અને શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું, જેનાથી ઘણો જ ;લાભ થશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ ઓમકારેશ્વરના જ્યોતિર્લિંગની પૂજા કરવી શુભ માનવમાં આવે છે તેનાથી પણ વિદ્યા પ્રાપ્તિ થાય છે.
“ૐ હૌ જૂ સ:” મંત્રનો 108 વાર જાપ પણ કરવો.

સિંહ:
આ રાશિના જાતકોએ વૈજનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી લાભદાયક છે. મહાશિવરાત્રીના દિવસે વૈજનાથ જ્યોતિર્લિંગમાં વિશેષ પૂજા થાય છે ત્યાં શિવ-પાર્વતીના લગ્ન પણ યોજવામાં આવે છે. જો આજના દિવસી સિંહ રાશિના જાતકો વૈજનાથના દર્શન કરે છે તો આખું વર્ષ તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકો ત્યાં નથી જઈ શકતા એમને પાસેના શિવાલયમાં જઈને ગંગાજળથી અને સફેદ કરણના ફૂલથી શિવજીની પૂજા કરવી જોઈએ.શિવજીને પ્રિયા એવા ભંગ અને ધતૂરાનો ભોગ લગાવવો.
આ ઉપરાંત “ૐ ત્ર્યંબકમ યજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમિવ બન્ધનાત, મૃત્યોર્મુક્ષિય મામૃતાત” આ મંત્રનો 51 વખત જાપ કરવો.

કન્યા:
મહારાષ્ટ્ર્ના ભીમા નદીને કિનારે વસેલું ભીમાશંકર જ્યોત્રીલિંગ કન્યા રાશિનું માનવામાં આવે છે. કન્યા રાશિના જાતકોએ શિવરાત્રીના દિવસે દૂધની અંદર ઘી ભેળવીને શિવજીને સ્નાન કરાવવું ત્યાર બાદ પીળા રંગનું કરણના ફૂલ સાથી બીલીપત્ર પણ અર્પણ કરવું.
આ ઉપરાંત “ૐ ભગવતે રુદ્રાય” મંત્રનો જાપ કરવો આજના દિવસે શુભ માનવામાં આવે છે.

તુલા:
તામિલનાડુમાં આવેલા ભગવાન રામ દ્વારા સ્થાપિત રામેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ તુલા રાશિ સાથે જોડાયેલો છે. મહા શિવરાત્રીના પર્વ ઉપર આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી સંબંધોમાં મધુરતા બની રહે છે ખાસ કરીને પતિ પત્નીના સંબંધોમાં કડવાશ આવતી નથી.લગ્ન જીવનમાં પણ પ્રેમ અને સદ્ભાવ બની રહે છે. રામેશ્વર સુધી ના પહોંચી શકનાર લોકોએ પાસેના શિવલિંગ ઉપર દૂધની અંદર પતાસા ભેળવી શિવલિંગને સ્નાન કરાવી અકળિયાનું ફૂલ અર્પણ કરવું જોઈએ.
આ સાથે જ “ૐ નમઃ શિવાય” મંત્રનો પણ 108 વખત જાપ કરવો ફાયદાકારક છે.

વૃશ્ચિક:
દ્વારકામાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે જોડાયેલો છે. વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે આ મંદિરમાં દર્શન કરવા માટે જશે તો દુર્ઘટનાઓથી તેઓ બચી શકશે. જે લોકો ત્યાં નથી જઈ શકતા એવા લોકોએ પાસેના શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર દૂધ અને અનાજના લાવાથી શિવજીની પૂજા કરવી જોઈએ. આ સિવાય શિવજીને હજારનું ફૂલ અને બીલીપત્ર ચઢાવવા પણ લાભદાયક છે.
શિવજીની પૂજા કર્યા બાદ “હ્રીં ૐ નમઃ શિવાય હ્રીં” મંત્રનો જાપ પણ કરવો લાભદાયક છે.

ઘન:
વારાણસીમાં આવેલું વિશ્વનાથ જ્યોતિર્લિંગ ધન રાશિ સાથે સંબંધ ધરાવે છે, ધન રાશિના જાતકોએ આજના દિવસે ધન રાશિના જાતકોએ ગંગાજળની અંદર કેસર ભેળવીને શિવજીની પૂજા કરવી લાભદાયક માનવામાં આવે છે. આજના દિવસે શિવજીને બીલીપત્ર સાથે પીળા અથવા લાલરંગના કરણના ફૂલ પણ અર્પણ કરવા લાભદાયક છે.
આજના દિવસે “ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે, તન્નો રુદ્રઃ પ્રચોદયાત” મંત્રનો જાપ પણ કરવો.

મકર:
નાસિકમાં આવેલા ત્રમ્બકેશ્વર મકર રાશિના સ્વામી છે, આજના દિવસે મકર રાશિના જાતકોએ ગંગાજળની અંદર ગોળ ભેળવીને શિવજીનો અભિષેક કરવો લાભદદાયક છે. શિવજીને ભૂરા રંગનું ફૂલ અને ધતુરો ચઢાવવો જોઈએ.
ત્રમ્બકેશ્વરનું ધ્યાન ધરી “ૐ નમઃ શિવાય” મંત્રનો 5 વખત જાપ કરવો.

કુંભ:
આ રાશિના જાતકોએ ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ, પોતાની આસપાસ રહેલા શિવાલયમાં જઈને કેદારનાથનું ધ્યાન ધરી શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ કમળનું ફૂલ અને ધતુરો અર્પણ કરવા.
આ સાથે “ૐ નમઃ શિવાય” મંત્રનો પણ જાપ કરવો.

મીન:
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ધ્રુનેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે, આ જ્યોતિર્લિંગનો સંબંધ મીન રાશિ સાથે જોડડાયેલો છે માટે મીન રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે દૂધની અંદર કેસર ભેળવી શિવલિંગને સ્નાન કરાવવું, સ્નાન કરાવ્યા બાદ શિવજીને ગાયનું ઘી અને મધ અર્પણ કરવું સાથે કરણનું ફૂલ અને બીલીપત્ર પણ અર્પણ કરવું.
આ સાથે ધ્રુનેશ્વરનું ધ્યાન ધરી “ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે, તન્નો રુદ્રઃ પ્રચોદયાત” મંત્રનો જાપ પણ કરવો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.