હનુમાનજી કષ્ટ ભંજન દેવતા છે. તે પોતાના ભક્તોની હંમેશા સહાયતા કરે છે, જો તમે પણ તમારી રાશિ અનુસાર હનુમાનજીની ખાસ પ્રતિમાના દર્શન કરીએ કૃપા મેળવવા માંગો છો તો હનુમાનજીના મંદિરે જઈને માત્ર આ કામ કરી આવો, તમારું પણ કિસ્મત બદલાઈ જશે, હનુમાજી તમારી ઉપર પણ પોતાની કૃપા વરસાવશે, ચાલો જોઈએ રાશિ મુજબ કેવા હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને શું ઉપાય કરવો જોઈએ.

મેષ રાશિ: મેષ રાશિના જાતકોએ એકમુખી હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ તેમજ બૂંદીનો ભોગ હનુમાનજીના મંદિરે ચઢાવીને ગરીબ બાળકોમાં પ્રસાદ વહેંચી દેવાથી લાભ થશે.
વૃષભ રાશિ: આ રાશિના જાતકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તેમજ હનુમાન દાદાને મીઠી રોટલીનો ભાગ ચઢાવી તેને વાંદરાઓને ખવડાવી દેવાથી લાભ થશે.
મિથુન રાશિ: મિથુન રાશિના જાતકોએ શ્રી રામ ચરતી માનસમાંથી અરણ્યકાંડનો પાથ કરવો જોઈએ તેમજ બજરંગબલીને 5 પાનનો ભોગ ધરાવી ગાયને ખવડાવી દેવો.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોએ પંચમુખી હહનુમંત કવચનો પાઠ કરીને હનુમાનજીને પીળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ, આ ફૂલને તેમને વહેતા પાણીમાં સમર્પિત કરી દેવા જોઈએ.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના બાલ કાંડનો પાઠ કરીને હનુમાન દાદાને ગોળથી બનેલી રોટલીનો ભોગ ધરાવવો અને આ રોટલી કોઈ ગરીબ તેમજ ભિખારીને ખવડાવી દેવી.
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકોએ શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને શુદ્ધ ઘીના 6 દિપક પ્રગટાવી શ્રી રામ ચરિત માનસના લંકા કાંડનો પાઠ કરવો જોઈએ.

તુલા રાશિ: તુલા રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના બાલ કાંડનો પાઠ કરીને હનુમાનજીને ખીરનો ભોગ ધરાવી એ ખીર ગરીબ બાળકોને સાથે ખાવાથી લાભ થશે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન અષ્ટકનો પાઠ કાર્ય બાદ ચોખા અને ગોળનો ભોગ લગાવી ગાયને ખવડાવી દેવો જોઈએ.
ધન રાશિ: ધન રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના અયોધ્યા કાંડનો પાઠ કરીને હનુમાન દાદાને મધનો ભોગ ધરાવી તે મધને પોતે જ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ.

મકર રાશિ: મકર રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના કિષ્કિન્ધા કાંડનો પાઠ કરવો જોઈએ, તેમજ તેમને મશૂરનો ભોગ લગાવીને માછલીઓને ખવડાવવાથી ઘણો જ લાભ થાય છે.
કુમ્ભ રાશિ: કુમ્ભ રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના ઉત્તરકાંડનો પાઠ કરીને મીઠ રોટલીનો ભોગ ધરાવવો તેમજ તે રોટલીને ભેંસને ખવડાવી દેવાથી લાભ થાય છે.

મીન રાશિ:
મીન રાશિના જાતકોએ હનુમંત બાહુકનો પાઠ કરવો જોઈએ તેમજ પાઠ કરતા પહેલા હનુમાનજીના મંદિરમાં પોતાના હાથે લાલ રંગની ધજા અર્પણ કરવી જોઈએ.