20 વર્ષની ઉંમરમાં દુનિયાના સૌથી ઊંચા ઘોડાનું થયું નિધન, માલિકને લાગ્યો આઘાત, જે કહ્યું એ સાંભળીને આંખો ભીની થઇ જશે

ઘણા પાલતુ પ્રાણીઓ એવા હોય છે જેમને આપણે સાથે રાખીએ અને ધીમે ધીમે તે આપણા પરિવારનો ભાગ બની જતા હોય છે, તે જો ના હોય તો જાણે પરિવારનું કોઈ સદસ્ય ચાલી ગયું હોય તેમ લાગે, ઘણા લોકો પોતાના પાલતુ જાનવરોના નિધનથી ખુબ જ દુઃખી પણ થઇ જતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે.

ઘોડો પણ એક પાલતુ પ્રાણી છે. એક સમય એવો પણ હતો જયારે ઘોડાને સાશકોની સવારી માનવામાં આવતો હતો અને યુદ્ધમાં પણ તેની મહત્વની ભૂમિકા રહેતી હતી. ઘણા લોકો આજે પણ ઘોડા રાખે છે. પરંતુ હાલ જે ખબર આવી રહી છે તે ખુબ જ દુઃખદ છે. દુનિયાના સૌથી ઊંચા ઘોડા બિગ જેકનું નિધન થઇ ગયું છે.

બિગ જેક 20 વર્ષનો હતો અને બેલ્જીયમ પોયનેટના સ્મોકી હોલો ફાર્મમાં રહેતો હતો. ફાર્મના માલિક જેરી ગિલબર્ટની પત્ની વૈલીસીયા ગિલબર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેકનું મૃત્યુ બે અઠવાડિયા પહેલા થયું હતું. જો કે જયારે સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ ફેસબુકના માધ્યમથી સોમવારે તેમના સુધી પહોંચ્યા તો તેમને મોતની સાચી તારીખ જણાવવાથી ઇન્કાર કર્યો.

પરિવાર તરફથી કહેવામાં આવ્યું કે અમે એ તારીખને યાદ નહિ રાખીએ. આ અમારા પરિવાર માટે ખુબ જ દર્દનાક ઘટના છે. દુનિયાના આ સૌથી ઊંચા ઘોડા બીગ જેકની જો વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ 6 ફૂટ 10 ઇંચ હતી. તો તેનું વજન 2500 પાઉન્ડ એટલે કે 1,136 કિલોગ્રામ હતું.

બિગ જેકને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્ષ 2010માં દુનિયામાં સૌથી લાંબા જીવિત ઘોડાના રૂપમાં પ્રમાણિત કર્યો હતો. ઘોડાના મલિક જેરી ગિલબર્ટ દ્વારા WMTVને જણાવવામાં આવ્યું હતું કે બિગ જેક એક સુપરસ્ટાર અને હકીકતમાં શાનદાર જાનવર છે.

ગિલબર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે બિગ જેક એક ખુબ જ શાંત પ્રવૃત્તિનો હતો, મને લાગે છે કે આ મારા દુઃખનો સમય છે કારણ કે મારુ ધ્યાન જેક ઉપર કેન્દ્રિત હતું. બહુ જ મોટું ખાલીપણું છે. એવું લાગે છે. કે તે હાલમાં જ અહીંયા છે. પરંતુ હકીકત એ છે કે તે હવે આ દુનિયામાં નથી.

Niraj Patel