આ છે 18 ઇંચના દુનિયાના સૌથી નાના સાધુ, દુનિયાભરમાં થઇ ગયા પ્રચલિત, સેલ્ફી લેવા માટે લોકોની લાગી લાઈન, જુઓ વીડિયો અને તસવીરો

મહાકુંભની અંદર સાધુ સંતોના અલગ અલગ રંગ જોવા મળે છે. કોઈ પોતાની અનોખી સાધનાથી તો કોઈ પોતાની વેષભુષાથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. એવા જ એક સાધુ હાલ દુનિયાભરમાં પ્રચલિત બની ગયા છે.

આ સાધુ પોતાના અનોખા કદના કારણે હાલ ખુબ જ પ્રખ્યાત બની ગયા છે. આ સાધુનું નામ નારાયણ નંદ ગિરી છે. તેમની લંબાઈ 18 ઇંચ છે અને વજન 18 કિલો છે. અને તેમની ઉંમર 55 વર્ષની છે. આ બાબા હરિદ્વારના બિરલા ઘાટી પુલ પાસે રહે છે.

આ સાધુને જોવા માટે સવાર સાંજ લોકોની મોટી ભીડ જામે છે. નારાયણ નંદ ગિરી મહારાજ જુના અખાડાના નાગા સન્યાસી છે. તેમનું જીવન પણ ખુબ જ મુશ્કેલીઓથી ભરેલું છે. જેમના વિશે જાણીને તમને પણ ખરેખર નવાઈ લાગશે.

નારાયણ નંદ ગીરીએ વર્ષ 2010ના કુંભમાં સન્યાસીની દીક્ષા લીધી હતી. ત્યારથી લઈને આજ સુધી સન્યાસી પરંપરાને ખુબ જ સારી રીતે નિભાવે છે. સન્યાસીને દીક્ષા લેતા પહેલા પોતાના નાના કદ કાઠીના કારણે બહુ જ મહેણાં સાંભળવા મળતા હતા. આજ કારણ છે કે તેમનું મન સન્યાસ તરફ વળી ગયું.

નારાયણ નંદ ગિરી મહારાજના દર્શન કરીને શ્રદ્ધાળુઓ પણ ખુબ જ આનંદિત થાય છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે 18 કિલો અને 18 ઇંચના નાગા સન્યાસી નારાયણ નંદ ગિરી હરિદ્વાર કુંભમાં આવ્યા છે જે શ્રદ્ધાળુઓ માટે એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

નારાયણ નંદ ગિરી પોતાની જાતે ના ઉભા થઇ શકે છે, ના ચાલી શકે છે, તેમના શિષ્યો જ તેમની સેવા ચાકરી કરે છે.

Niraj Patel