ખબર

33 લોકોના દેશમાં રસ્તા પર કોઈ સિક્યોરીટી વગર ફરે છે રાષ્ટ્રપતિ, જાણૉ સમગ્ર વિગત

આ છે દુનિયાનો સૌથી નાનો દેશ, 40 વર્ષમાં વસ્તી છે પણ છે 33 લોકોની- રસપ્રદ માહિતી

દુનિયામાં જેટલા પણ દેશ છે તેમાં અલગ-અલગ પ્રોટોકોલ છે. જો ભારતની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને અલગ-અલગ પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે. જેમાં સુરક્ષા એજન્સી, અર્ધ સૈનિક બળ, સીઆઇએસએફ, એનસીજી કમાન્ડો, પોલીસ સુરક્ષા આપે છે. આ સાથે જ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને બુલેટપ્રુફ ગાડી પણ આપવામાં આવે છે.

Image source

પરંતુ શું તમેં જાણો છો દુનિયામાં સૌથી નાનો દેશ કયો છે ? અહીં કેટલી વસ્તી છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે. આમ તો દુનિયાભરમાં ઘણા દેશ છે. તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. કહેવામાં આવે છે કે, આખા વિશ્વમાં 300થી વધુ દેશ છે. પરંતુ એનો કોઈ આધાર નથી. સંયુક્ત રાષ્ટ્રએ જે દેશોને માન્યતા આપી છે તેને પૂર્ણ રાષ્ટ્ર રૂપમાં જાણે છે. સંયુક્ત રાષ્ટ્રએ કુલ 195 દેશને માન્યતા આપી છે.

Image source

આપણે સામાન્ય રીતે કોઈ મોટા પરિવારમાં 30-35 લોકો હોય છે અથવા તો વધુ પણ હોય છે. પરંતુ દુનિયાના સૌથી નાના દેશની વસ્તી 33 છે. હેરાનીની વાત છે કે, આ દેશની આ વસ્તીમાં જાનવરોની સંખ્યા પણ શામેલ છે.

Image source

આ અજીબો ગરીબ દેશનું નામ મોલોસીયા છે. આ દેશ અમેરિકાના નેવાડામાં સ્થિત છે. સૌથી રોચક વાત એ છે કે, આ દેશ સ્વઘોષિત છે. મોલોસીયાની કહાની છે વર્ષ 1977માં અહીં રહેનારા કેવિન બોધ અને તેના મિત્રના મગજમાં અમેરિકાથી અલગ દેશ બનાવવાનો વિચાર આવ્યો છે. જે બાદ બોધ અને મિત્રોએ મળીને મોલોસિયા નામનો દેશ બન્યો હતો. તે સમયથી કેવિન બોધ આ દેશના રાષ્ટ્ર્પતિ છે. કેવિને ખુદને આ દેશનો તાનાશાહ ઘોષિત કરી દીધો છે. કેવિનની પત્નીને દેશની પહેલી મહિલાનો દરજજો આપવામાં આવ્યો છે. આ દેશમાં રહેનારા વધુ નાગરિક કેવિનના સંબંધીઓ છે. આ દેશને હજુ સુધી દુનિયાની કોઈ પણ સરકારની માન્યતા નથી મળી.

Image source

અન્ય દેશની જેમ અહીં પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ દેશમાં એનું દેશની જેમ સ્ટોર, લાઈબ્રેરી, સ્મશાન ઘાટ સિવાય ઘણી સુવિધા છે. મોલોસિયા પણ અન્ય દેશની જેમ કાનૂન, પરંપરા અને કરન્સી અન્ય દેશથી અલગ છે. દુનિયાભરના લોકો આ દેશમાં ફરવા માટે આવે છે. અન્ય દેશની જેમ અહીં પણ પ્રવાસીઓએ તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો પડે છે.

Image source

આ દેશની ખાસિયત એ છે કે, અહીં રાષ્ટ્રપતિ એકલા રસ્તા પર ફરે છે. અહીંના રાષ્ટ્રપતિ પર્યટકોને દેશમાં ફરવા લાગે છે. આ દેશમાં પર્યટકોને ફરવા માટે 2 કલાકનો સમય કાઢવો પડે છે. અહીંના પૈસા પણ અલગ છે. જો કોઈ પર્યટક અહીં ફરવા આવે છે અહીં ખરીદી કરવી હોય તો તેને મોલેસીયન બેંકમાં પૈસા બદલાવવી પડે છે. અહીં પૈસાની બદલે વાલોરા મુદ્રા આપવામાં આવે છે. આ દેશમાં પોસ્ટઓફિસ પર છે.