આ છે દુનિયાની સૌથી મોંઘી બિરિયાની, જુઓ વીડિયોમાં એવું તો શું છે તેની અંદર ખાસ ?

ખાવાના શોખ તો દરેક વ્યક્તિને હોય છે, અને આજે લોકો ખાવા માટે કિંમત નથી જોતા, બસ સારો ટેસ્ટ મળે એના માટે લોકો કોઈપણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી બિરિયાની વિશે જણાવીશું જેની કિંમત સાંભળીને જ આપણે હચમચી જઈએ, તે છતાં પણ લોકો આ બિરિયાની ખાવાનો શોખ ધરાવે છે.

દુબઈના એક રેસ્ટોરન્ટ દ્વારા દુનિયાની સૌથી મોંઘી બિરિયાની લોન્ચ કરવામાં આવી છે. જેની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે DIFCમાં આવેલા Bombay Borough રેસ્ટોરન્ટની અંદર રોયલ બિરિયાની 23 કેરેટ સોનાથી સજેલી હોય છે. જેની અંદર ઘણી બધી વસ્તુઓ નાખવામાં આવે છે.

હવે મુખ્ય પ્રશ્ન એ થાય કે એક વ્યક્તિને આ બિરિયાની ખાવી ખરેખર મોંઘી પડી જાય, પરંતુ ચિંતા કરવાની વાત નથી. આ બિરિયાનીને 6 લોકો એકબીજા સાથે વહેંચીને ખાઈ શકે છે.


ખબર પ્રમાણે રેસ્ટોરન્ટ દ્વારા પોતાની આ શાહી બીરીયાનીને પોતાની પહેલી એનિવર્સરી ઉપર લોન્ચ કરીને પોતાના મેનુમાં સામેલ કરવામાં આવી હતી. આ બિરિયાનીની અંદર કાશ્મીરી મટન કબાબ, પુરાની દિલ્હી મટન ચોપ્સ, રાજપૂત ચિકનના કબાબ, મુગલાઈ કોફ્તા અને મલાઈ ચિકન પણ સામેલ છે. સાથે જ કેસર અને ખાવવા વાળા 23 કેરેટ ગોલ્ડ ગાર્નિશથી સજાવવામાં પણ આવે છે.

રેસ્ટોરન્ટમાં તમે જયારે જશો ત્યારે ઓર્ડર આપ્યાના 45 મિનિટ બાદ આ બિરિયાની તમારા ટેબલ ઉપર હાજર હશે. આ બિરિયાની સાથે સોસ, કઢી અને રાયતું પણ આપવામાં આવે છે. તમે પણ નોનવેજ ખાવાના શોખીન હોય તો જયારે પણ દુબઈની મલકાત લો ત્યારે 6 વ્યક્તિઓ સાથે મળીને આ શાહી બિરિયાનીનો આનંદ માણી શકો છો.

Niraj Patel