બાપ રે! આ છે વિશ્વનો સૌથી મોંઘો તકિયો, એક નંગની કિંમતમાં અમદાવાદમાં 2BHK ફ્લેટ આવી જાય

આમ તો રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે. પરંતુ કેટલાક રેકોર્ડ એવા હોય છે જેને જાણીને તમને નવાઈ લાગે. આ વિશ્વમાં અનેક લોકો એવા છે જે પોતાની બુદ્ધિ અને બહાદુરીના જોરે નવા નવા કિર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે. હવે આજે અમે એક એવા રેકોર્ડની વાત કરી રહ્યા છીએ જેને જાણીને તમારુ માથું ચકરાવે ચડી જશે. એક સરવાઈકલ વિશેષજ્ઞમાંથી ડિઝાઈનર બનેલા વ્યક્તિએ વિશ્વનો સૌથી મોઘો તકિયો (ઓશિકું) બનાવ્યો છે.

સત્તાવાર વેબસાઈટ મુજબ ટેલરમેડ તકિયો (Tailormade Pillow) વિશ્વનો સૌથી વિશિષ્ટ અને ઉન્નત તકિયો છે. તે ઈજીપ્તના કપાસ અને શહતુત રેશમથી બનેલ છે અને બિન-ઝેરી ડચ મેમરી ફીણથી ભરવામાં આવ્યો છે. નેધરલેન્ડના થિજ વેન ડેરે તેનું નિર્માણ કર્યું છે. એક આર્કિચેક્ચરલ ડાઈજેસ્ટના જણાવ્યા પ્રમાણે આ તકિયો 57,000 ડોલર અંદાજે 45 લાખ રૂપિયામાં વેચાય છે.

વેબસાઈટના જણાવ્યા પ્રમાણે હિલ્સ્ટને આ ખાસ તકિયો બનાવતા 15 વર્ષ લાગ્યા. તેમાં 24 કેરેટ સોનું, હીરા અને નીલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તકિયામાં ભરવા માટે જે કપાસનો ઉપોયોગ કરવામાં આવ્યો છે તે રોબોટ મિલિંગ મશીનથી આવે છે.

તકિયામાં 24 કેરેટે સોનાનું આવરણ હોય છે: એક ચમકદાર કપડાનું કવર જે સુરક્ષિત અને સ્વસ્થ ઉંઘ માટે બધા વિદ્યુત ચુમ્બકીય વિકિરણને કથિત રીતે અવરોધિત કરે છે. કિંમતના ટેગમાં જોડવા માટે એખ જીપ આપવામાં આવી છે જેમાં 22.5 કેરેટનો નિલમ અને ચાર હિરા ચોટાડવામા આવ્યા છે.

વેબસાઈટના જણાવ્યા પ્રમાણે હાઈટેક ટેકનોલોજી અને જુના જમાનાની શિલ્પ ટેકનોલોજીના સુગમ મેળ અને ટેલરમેડ તકિયો અત્યાર સુધીનો સૌથી નવીન અને બધા વ્યક્તિગત તકિયાથી વધુ સારો છે.

આ તકિયાને એક બ્રાન્ડેડ બોક્સમાં પેક કરવામા આવે છે. હિલ્સ્ટનો દાવો છે કે જે લોકો અનિદ્રાથી પીડિત છે તેને સારી ઉંઘ માટે આ તકિયો મદદ કરે છે. વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, આ તકિયો પ્રત્યેક ગ્રાહક માટે કસ્ટમ મેડ છે.

3ડી સ્કેનરનો ઉપયોગ કરીને વ્યક્તિના ખંભા,માથું અને ડોકના પ્રત્યેક ડિમેન્શનને સાવધાની પૂર્વક માપવામાં આવે છે. ત્યાર બાદ તે એક ડચ મેમોરી ફીણથી ભરાઈ જાય છે, જે હાઈટેક રોબોટીક મશીન મીલનો ઉપયોગ કરીને વ્યક્તિના માથામા આકાર પ્રમાણે અનુકુળ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ તકિયો બનાવતા પહેલા વ્યક્તિના માથનું માપ અને તેના સુવાની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે, તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે નાના છો કે મોટા, પુરુષ છો કે સ્ત્રી, સાઈડ કે બૈક સ્લીપર. તમારો ટેલરમેડ તકિયો તમને સારી રીતે સપોર્ટ કરે છે.

YC