ગુજરાતનો ડંકો હમેશા દુનિયાભરમાં વાગતો આવ્યો છે, હવે ફરીવાર એકવાર ગુજરાત વિશ્વમાં પોતાની નામના વધારવા માટે હરણફાળ ભરી રહ્યું છે. અને દુનિયા પણ હવે ગુજરાતના આ કાર્યની નોંધ લેશે. કારણ કે આપણા ગુજરાતની અંદર હવે બનવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય.

વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગર શહેરમાં બનવાનું છે. આ પ્રાણી સંગ્રહાલય 280 એકડમાં ફેલાયેલું હશે. જેમાં દુનિયાભરના તમામ વન્ય જીવો સાથે પક્ષીઓ પણ જોવા મળશે. (નીચેની બધી જ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ જ નહીં હોય, પરંતુ બીજી પણ ઘણી એક્ટિવિટી તમને જોવા મળશે. જેના કારણે પ્રવાસીઓ આ સ્થળનો ભરપૂર આનંદ પણ માણી શકશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરેલી વિગતો મુજબ આ મેગા ઝૂને “ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબીલીટીશન કિંગડમ” તરીકે ઓળખાશે.

જામનગરમાં બની રહેલા વિશ્વના આ સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્વારા બનાવવામાં આવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગળના બે વર્ષમાં જ આ પ્રાણી સંગ્રહાલય બનીને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે.

જામનગરની અંદર જ્યાં રિલાયન્સ રિફાઇનરી છે તેની પાસે જ મોટી ખાવડીની નજીક જ આ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે. આ વર્ષે લોકડાઉનના અને કોરોના વાયરસના કારણે આ પ્રોજેક્ટમાં થોડું મોડું થયું છે પરંતુ આવનારા બે વર્ષોમાં આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઇ જશે.

રિલાયન્સના કોર્પોરેટ અફેયર ડાયરેક્ટર પરિમલ નાથવાનીનું કહેવું છે કે આ પ્રોજેટ્કને “ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબીલીટીશન કિંગડમ” નામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોની પરવાનગી પણ લઇ લેવામાં આવી છે.

આ પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ વિભાગો હશે જેવા કે એકવાટીક કિંગડમ, ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા,ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એનઈનસેકટીરિયમ, લેન્ડ ઓફ રોડેન્ટ, માર્સીશઓફ વેસ્ટ કોસ્ટ, ઈન્ડીયન ડેઝર્ટ અને એકઝોટિક લેન્ડ. જે પ્રવાસીઓનું ધ્યાન આકર્ષશે.