ખબર

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં, 90% કામ પૂરું- જુઓ તસ્વીરો

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ મોટેરા ખાતે તૈયાર થઇ રહ્યું છે જે જાન્યુઆરી 2020 સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહેલા આ સ્ટેડિયમનું 90 ટકાથી વધુ કામ પૂરું થઈ ગયું છે અને હવે પીચ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

Image Source

63 એકર ક્ષેત્રમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા 1.10 લાખ જેટલી છે. આ સ્ટેડિયમમાં 2 ક્રિકેટ મેદાન અને નાના પેવેલિયન એરિયા પણ છે. આ સ્ટેડિયમમાં 3000 કાર અને 10,000 મોટર સાઇકલ પાર્ક કરી શકાશે. આ સ્ટેડિયમના દરેક સ્ટેન્ડમાં ફૂડ કોર્ટ અને હોસ્પિટાલિટી એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રિકેટ એકેડમીની રચના થશે.

Image Source

મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સિવાય એક ઇન્ડોર એકેડમી પણ બનશે. આ ભારતનું પ્રથમ એવું સ્ટેડિયમ છે જેમાં ફિલ્ડ ઓફ પ્લે એલઈડી લાઈટ્સની વ્યવસ્થા છે. આ ઉપરાંત અત્યંત આધુનિક પેવેલિયન અને હાઈટેક મીડિયા બોક્સ તૈયાર કરાયું છે. ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, ટેનિસ, જેવી રમતો માટે સ્પોર્ટ્સ એકેડમી બનશે.

આ ઉપરાંત થ્રીડી પ્રોજેક્ટ થિયેટર અને ટીવી રૂમ સાથેનું ક્લબ હાઉસ પણ છે. આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં 55 રુમ, એક સ્વિમિંગ પૂલ અને 76 કોર્પોરેટ બોક્સ પણ હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.