ખબર

વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ બાદ ગુજરાતમાં તૈયાર થઇ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ! જુવો Photos


સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દુનિયાભરમાં પોતાની ઓળખ ઉભી કર્યા બાદ હવે આપનો દેશ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ માટે ચારે તરફથી વાહવાહી લૂંટવા માટે તૈયાર છે. આ સ્ટેડિયમ અમદાવાદમા બની રહ્યું છે. જેની કેટલીક તસવીરો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણીએ પોતાના ટ્વિટર પર શેર કરી હતી.

તેઓએ કહ્યું કે આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે જે અમદાવાદના મોટેરામાં બની રહ્યું છે.

જાણો શું છે ખાસિયત:

આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. જોકે હાલ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયાનું એમસીજી (MCG-મેલબોર્ન) ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો એક સાથે મેચનો આનંદ માણી શકશે.

63 એકર જમીન પાર બની રહેલા આ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલોમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ અને એક ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ ઉપલબ્ધ હશે.સ્ટેડિયમના પાર્કિંગમાં 3 હજાર ચાર ચક્રીય વાહનો અને 10 હજાર દ્વિચક્રીય વાહનો મૂકી શકાશે. સ્ટેડિયમના નિર્માણમાં એક પણ થાંભલો નહિ હોય જેથી ખૂણેખૂણેથી કોઈ પણ જાતના અવરોધ વગર મેચ જોઈ શકાશે.

સ્ટેડિયમમાં ત્રણ પ્રવેશ દ્વાર હશે તથા ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે એક નવો રસ્તો બનાવવાની પણ યોજના છે.

મોટી કિંમતે તૈયાર થશે આખું સ્ટેડિયમ 

આ સ્ટેડિયમને આખું તૈયાર કરવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈ કરોડો રૂપિયાનો ખર્ચો કરશે. કહેવાય છે કે લગભગ 700 કરોડના ખર્ચે આ આખું સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.