ઉનાળો શરુ થઇ ગયો છે અને લોકોએ ઘરોમાં એસી કે કૂલર ચાલુ કરવાનું શરુ કરી દીધું છે. બારણું તાપમાન વધી રહ્યું છે અને ઘરમાં અસહ્ય ગરમીથી બચવા માટે લોકો ઘરોમાં એસી અને કૂલર પણ લગાવવા લાગ્યા છે, ત્યારે દીવાલ પર લાગી શકે એવું એક કૂલર આજે જ લોન્ચ થયું છે.

એર કૂલર બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની સિમ્ફની લિમિટેડે વિશ્વની સૌથી પહેલું દીવાલ પર લાગે એવું કૂલર બનાવ્યું છે જેને સિમ્ફની કલાઉડ નામ આપ્યું છે. આ કૂલર માટે કંપનીએ ગ્લોબલ પેટન્ટ માટે પણ એપ્લાય કરી દીધું છે.
સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલું આ એર કૂલર એ એક સ્પ્લિટ એસી જેવું દેખાય છે અને શરૂઆતમાં આ કૂલર અમદાવાદમાં લોન્ચ કરવામાં આવશે. આવતા 5-6 મહિનામાં આ કૂલર દેશના બીજા ભાગોમાં પણ વેચાવા લાગશે.
દીવાલ પર લગાવવાના ચાર્જ સાથે આ સિમ્ફની કલાઉડ કૂલરની કિંમત અમદાવાદમાં 14,991 રૂપિયા છે. આ કૂલરમાં 15 લીટરની પાણીની ટાંકી અંદર જ આવશે અને એના માટે સ્પ્લિટ એસીની જેમાં આઉટડોર યુનિટ નહિ હોય. સ્પ્લિટ એસી કરતા આ કૂલર વીજળી પણ અંદાજે 10 ગણી ઓછી વાપરશે.

સિમ્ફની કલાઉડ કૂલર 100 ચોરસ ફૂટના રૂમને ઠંડો કરી શકે છે, જેને દીવાલ પર લગાવવાનું હોવાથી તે જમીન પર જગ્યા પણ નહિ રોકે અને તેને દીવાલ પર ખૂબ જ આસાનીથી લગાવી શકાય છે. એ ઓટોમેટિક વૉટર ફીલ ટેકનોલોજી વાપરે છે. આ કૂલર 1.5 ટનના સ્પ્લિટ એસી બરાબર છે. પણ સામાન્ય રીતે બજારમાં 1.5 ટનના એસીની કિંમત 25000 રૂપિયાથી શરુ થતી હોય છે, જયારે આ કૂલર તમને ખૂબ જ સસ્તા ભાવે મળી રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks